Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ઘરકંકાસથી કંટાળીને ૧૩ વર્ષથી નાશી ગયેલા કિશોર સગરને શોધી કાઢતી અમરેલી પોલીસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૦ : અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ તથા હિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલીની સુચનાથી ૧૩ વર્ષથી ઘરકંકાસના કારણે ઘરેથી નાશી ગયેલ કિશોરભાઇ શામજીભાઇ ગોપાલકા (સગર) ઉ.વ.૪૮, ધંધો હિરા ઘસવાનો રહે. હાલ સુરત, કતારગામ, મગનનગર-૦૨, રસધારા એપાર્ટમેન્‍ટ તા.જી. સુરત મૂળ સાવરકુંડલા જી. અમરેલીને શોધી કાઢેલ છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.ડી.દિવાકર પો.સબ. ઇન્‍સ. પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્‍કવોર્ડના જોડાયેલ હતા.

(12:56 pm IST)