Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પોરબંદરમાં નટવર ચોક શાકમાર્કેટની જર્જરિત છત ગમે ત્‍યારે તુટી પડે તેવું જોખમ

પોરબંદર તા.ર૦ : નટવર ચોક શાક માર્કેટની જર્જરિત છતના ભાગ ગમે ત્‍યારે તુટી તેવું જોખમ હોય વહેલી તકે આ જર્જરિત રીપેરીંગ કરવા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે.

જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઇ પરમાર દ્વારા ચીફ ઓફિસરને રજુઆતમાં જણાવ્‍યું છે કે, નટવર ચોક શાકમાર્કેટ ઘણા વખતથી જર્જરીત છે. આ શાક માર્કેટ ખાતે અનેક ગ્રાહકો શાકભાજી ખરીદવા આવે છે. વેપારીઓ થડા પર બેસીને વેપાર કરે છે. અહીંદર ચોમાસે છતના પેઢીયા પરથી વરસાદી પાણી ટપકવાની સમસ્‍યા રહે છે. વરસાદી પાણી પડે છે. જેથી વેપારીઓ થડા અને શાકભાજી તથા ખરીદી માટે આવતા  ગ્રાહકો પણ પલળી જાય છે. તાજેતરમાં આ માર્કેટની વચ્‍ચેના ભાગે આવેલા શાકભાજીના થડા પરની છતનો કેટલોક ભાગ ધડાકાભેર તુટી પડયો હતો. રાત્રીનો સમય હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. છત પર હજુ સળીયા લટકી રહયા છે તથા છતનો ભાગ હજુ પણ પડે તેવી સ્‍થિતિ જોવા મળે છે. આ નટવર ચોક શાકમાર્કેટની મરામત કરવા નહી આંદોલન કરવાની ચીમકી રજુઆતમાં આપી છે.

(2:35 pm IST)