Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

સાવરકુંડલા મસ્‍જીદે હલીમાનું પીર સૈયદ સૈયદ એહમદબાપુ કાદરી ના હસ્‍તે ઉદધાટન

સાવરકુંડલા : મસ્‍જીદે હલીમાંનું  પીર તરિક્‍ત સરકાર સૈયદ  હાજી સૈયદ એહમદબાપુ કાદરી ના મુબારક હાથે ઉદ્ધાટન કરવા માં આવેલ હતું.પીર તરિક્‍ત  સરકાર સૈયદ અલ્‍હાઝ દાદાબાપુ કાદરી ની દુઆ થી નવી તામિર કરવા માં આવેલ ( બનાવવા) માં હલીમાં મસ્‍જીદ નું   પીર સૈયદ ગુલામ અલિબાપુ કાદરી ફાતમી  ના ઉર્ષ શરીફ ના દિવસે પીર તરિક્‍ત સરકાર સૈયદ સૈયદ એહમદ બાપુ કાદરી ના હાથે ઉદ્ધાટન કરવા માં આવેલ હતું આ મુબારક  પ્રસંગે અમીનુલ કાદરી પીર સૈયદ શરાફત બાપુ સૈયદ શાહનવજબાપુ. જાવેદબાપુ. પીરબાપુ.  હાફિઝ સાદિક સાહેબ તેમજ સાદતે કિરામ ઉલમાએ કિરામ  સુન્ની મુસ્‍લિમ જમાત ના પ્રમુખ જાહિદભાઈ જાદવ. પૂર્વ પ્રમુખ ઈરફાનભાઈ કુરેશી સિપાહી જમાત ના પ્રમુખ દિલવારભાઈ ભટ્ટી આરબ જમાત ના પ્રમુખ સીદીકભાઈ આરબ. ફકીર જમાત ના પ્રમુખ યુનુસભાઈ ખોખર. સંધી જમાત ના પૂર્વ પ્રમુખ અજિતભાઈ જોખયા સંધી જમાત ના પૂર્વ પ્રમુખ બચુભાઇ જાફરભાઈ. સંધી જમાત ના પૂર્વ ઉપપ્રમુખ યુનુસભાઈ જાખરા. વિગેરે વિવિધ જમાત ના આગેવાનો મોટી સંખ્‍યા માં હજાર રહી જોહર ની નમાજ અદા કરી હતી. મસ્‍જીદે હલીમાં તામિર કરવા ના મુખ્‍ય દાતા હાજી હુસૈભાઈ  સીદીકભાઈ સમાં. અલીમહામદભાઈ સમાં. હાજી રફીકભાઈ સમાં. તથા  સંધી જમાત ના ઉપપ્રમુખ હાજી જાહિદભાઈ સમાં મુસ્‍તકભાઈ સમાં નઇમભાઈ સમાં. અતિક સમાં તથા સમાં પરિવાર તરફ થી તામિર કરવા માં આવેલ હતી.(તસ્‍વીર - અહેવાલ : ઈકબાલ ગોરી - સાવરકુંડલા )

(12:58 pm IST)