Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પોરબંદર પોલીસ દ્વારા વાહન ચેકિંગ

પોરબંદર : જીલ્લામાં ટ્રાફિક નિયમનનું ચુસ્‍તપણે પાલન થાય તેમજ નાગરીકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ વાહન ચેકિંગની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર ગ્રામ્‍યનાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર જીલ્લાનાં તમામ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના મુખ્‍ય માર્ગ ઉપર પોલીસ અધિકારીશ્રી - કર્મચારીઓ દ્વારા અસરકારક વાહન ચેકિંગ કરી પોરબંદર પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ બ્‍લેક ફીલ્‍મના કેસ-૧, ફેન્‍સી નંબર પ્‍લેટના કેસ -૧૦, પીયુસીના કેસ ૩, સેલફોનના કેસ ૪, ત્રણ સવારી કેસ ૭, સીટબેલ્‍ટના કેસ ૩, અન્‍ય કેસ ૪ મળી કુલ પાવતી ૩ર અને કુલ દંડ રૂપિયા ૧ર૦૦૦ કરવામાં આવેલ છે. વાહન ચેકીંગની તસ્‍વીર.

(2:37 pm IST)