Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢની નોબલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા મહત્‍વપૂર્ણ MOU કરાયા

જુનાગઢ :  અગ્રણી શૈક્ષણિક સંસ્‍થા નોબલ યુનિવર્સિટી અને અમદાવાદ સ્‍થિત ઇસરોના સ્‍પેસ એપ્‍લિકેશન સેન્‍ટર (SAC) દ્વારા વિધાર્થીઓની શૈક્ષણિક અને રિસર્ચ પ્રવળતિઓને પ્રોત્‍સાહિત કરવા મહત્‍વપૂર્ણ કરાર કરવામાં આવેલ છે.  આ કરાર દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના વિધાર્થીઓ માટે સ્‍પેસ ટેકનોલોજી તથા રિસર્ચ ક્ષેત્રે નવી તકોના દ્વાર ખુલશે. એકેડેમિક ડેવલપમેંટ તથા રિસર્ચ પ્રવળતિને પ્રોત્‍સાહિત કરતાં આ કરાર માટે નોબલ યુનિવર્સિટીના અગ્રણીઓ દ્વારા ઇસરોના ડાયરેક્‍ટર નિલેષભાઈ દેસાઇ (SAC, અમદાવાદ) નો  આભાર વ્‍યક્‍ત કરાયો હતો. યુનિવર્સિટીની આ ઉપલબ્‍ધિ માટે સંસ્‍થાના પ્રેસિડેન્‍ટ નિલેષભાઈ ધૂલેશિયા, વાઇસ પ્રેસિડેન્‍ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્‍ટી વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્‍ટ કે. ડી. પંડ્‍યા , એસો. પ્રેસિડેન્‍ટ પાર્થભાઈ ધૂલેશિયા, એસો. વાઇસ પ્રેસિડેન્‍ટ પાર્થભાઈ કોટેચા, એસો. મેનેજિંગ ટ્રસ્‍ટી ડૉ. મનીષભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:15 pm IST)