Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વેરાવળમાં કચરો ઠાલવતી જગ્‍યા પાસે ૧૦૦ થી ૧પ૦ ગાયોના મૃતદેહ બારોબાર મળતા ભારે ચકચાર

પાલિકા પ્રમુખ એ આવી ખોટી અફવાઓ ફેલાવતા સામે રોષ વ્‍યકત કર્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: કચરાની જગ્‍યામાં ૧૦૦ થી ૧પ૦ ગાયોના મૃતદેહ રખડતા હોય તે કોઈપણ નગરપાલિકા દ્રારા દફની વિધી કરાયેલ ન હોય જેથી સામાજીક સંસ્‍થાએ વીડીયો વાઈરલ કરતા ભારે ચકચાર જાગેલ છે.

વેરાવળ સોમનાથ નગરપાલિકા દ્રારા આખા ગામનો કચરો તાલાલા રોડ ઉપર ઠલવાય છે ત્‍યાં કચરો પડેલ હતો ત્‍યાં ૧૦૦થી ૧પ૦ ગાયોના મૃતદેહ જેમતેમ પડેલ હોય તેની જાણ જીવન જયોત સેવા ટ્રસ્‍ટના બકુલભાઈ ચાપડીયાને થતા તાત્‍કાલીક સ્‍થળ ઉપર પહોંચેલ હતા ત્‍યાં અત્‍યંત ખરાબ હાલત માં ૧૦૦ થી ૧પ૦ ગાયોના મૃતદેહ જેમતેમ પડેલ હતા જેથી તાત્‍કાલીક ગૌ સેવકો અને સામાજીક કામગીરી કરતાને બોલાવેલ હતા અને દરેક ગાયો ઉપરથી ખરાબ કચરાઓ હટાવેલ હતા અને છેલ્લા ચાર પાંચ દિવસથી આ ગાયોના મૃતદેહ જેમતેમ પડેલ હોય જેની દફન વિધીની પણ વ્‍યવસ્‍થા કરાયેલ ન હોય મતૃદેહમાં બદબુ પણ આવતી હતી.

સામાજીક કાર્યકરોએ જણાવેલ હતું કે લમ્‍પી વાઈરસમાં મોટા પાયે ગાયો મૃત્‍યુ પામેલ હોય પણ તેની દફન વીધી ન થતા બીજા રોગો પણ ભય ફેલાય તે રીતે ગાયોને ખરાબ હાલતમાં નાખેલ છે નગરપાલિકા દ્રારા માન સન્‍માન સાથે અંતિમવીધી થવી જોઈએ તે પણ થયેલ નથી.

નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી જણાવેલ હતું સોશ્‍યલ મીડીયામાં વીડીયો વાઈરલ થતા તાત્‍કાલીક ઘટના સ્‍થળે ગયેલ હતા અને આટલા મોટા પ્રમાણ ગાય માતાના મૃતદેહ સ્‍થળ ઉપર હતા નહી રોજબરોજ કામગીરી થતી રહે છે પુરા માન સન્‍માન સાથે ગાયા માતાના મૃતદેહ કે કોઈપણ માલઢોર હોય તેની દફનવીધી કરવામાં આવે છે ગાયા માતાના મૃતદેહ મુદે રાજનીતી કરવી તે વ્‍યાજબી નથી નગરપાલિકાની કામગીરી ખુબજ સુંદર ચાલી રહેલ છે અને તેનો વીડીયો પણ અમે મુકેલ છે આવી રીતે ખોટી અફવાઓ ફેલાવી નામના મેળવવી તે પણ યોગ્‍ય નથી.

(1:15 pm IST)