Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢના ચાંપરડાની બ્રહ્માનંદ વિદ્યામંદિર ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ

જૂનાગઢ : ગુજરાત સરકાર રમત-ગમત અને યુવા સાંસ્‍કળતિક વિભાગ દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે એ અંતર્ગત તાજેતરમાં ખેલ મહાકુંભ ૧૧ જિલ્લામા વિસાવદર ચાપરડામાં પરમ પૂજ્‍ય મુક્‍તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરવાડ દ્વારા સંચાલિત શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર શાળાએ  જિલ્લાની પ્રથમ ખેલ મહાકુંભની શ્રેષ્ઠ શાળા સાથે પ્રથમ નંબરે રહી હતી સાથે ચેક દ્વારા અંકે ૬૧,૫૦,૦૦૦ પુરસ્‍કાર પ્રાપ્ત કરેલ છે તેમજ સ્‍પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સલગ્ન ડી.એલ.એસ.એસ શાળાના અન્‍ડર ૧૪ બહેનો રાજ્‍યકક્ષાએ પ્રથમ વિજેતા હેન્‍ડબોલ સ્‍પર્ધામાં રહી હતી. જે બદલ નેશનલ ગેમ અવેરનેસ કાર્યક્રમ હેઠળ જુનાગઢ કલેક્‍ટર વહીવટી મંત્રી દ્વારા શાળા તેમજ વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરીને પ્રોત્‍સાહિત કરવામાં આવેલ. જે બદલ શાળાના પી.ટી.આઇ તથા હેન્‍ડબોલ કોચને તેમજ વિજેતા વિદ્યાર્થી ખેલાડીઓને સંસ્‍થાના હોદેદાર  કમલેશભાઈ ધાધલ,  રાઠોડ સાહેબ, ભરાડ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે તેમજ સંસ્‍થાના શિલ્‍પી શ્રી મુક્‍તાનંદ બાપુએ શુભેચ્‍છા સાથે આશીર્વાદ આપેલ છે એમ  યાદીમાં શાળાના પ્રિન્‍સિપાલ ભાવિનભાઈ જોશી દ્વારા જણાવવામાં આવેલ છે.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(1:18 pm IST)