Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કેશોદમાં પોલીયો રવીવારે જન્‍મ થી પાંચ વર્ષનાં બાળકોને રસી અપાઇ

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૦ : કેશોદ શહેરમાં અર્બન હેલ્‍થ સેન્‍ટર દ્વારા જુદા જુદા વિસ્‍તારોમાં ૪૫ જેટલાં બુથ નક્કી કરી સમગ્ર શહેરી વિસ્‍તારમાં જન્‍મ થી પાંચ વર્ષ સુધીનાં બાળકો પોલીયોની રસી થી વંચિત ન રહે એ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  પોલીયો રસી અભિયાન દરમ્‍યાન રવીવારે વાલીઓ દ્વારા પણ જાગળતિ દાખવી પોલીયોની રસી આપવા બુથ પર પહોંચી રહ્યા હતા. કેશોદ શહેરમાં આજે પોલીયોની રસી આપવામાં બાકી રહી ગયેલાં જન્‍મ થી પાંચ વર્ષ સુધી નાં બાળકો માટે બે દિવસ ઘરે ઘરે અભિયાન ચલાવી લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે તેવુ જણવા મળેલછે.

(1:20 pm IST)