Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢમાં કૌટુંબીક વીલના પ્રશ્‍ને ભાઇ ઉપર ભાઇઓનો હુમલો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦: જૂનાગઢમાં કૌટુંબીક વીલનાં પ્રશ્‍ન ભાઇ ઉપર ભાઇઓએ હુમલો કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

સીંધી સોસાયટી વિસ્‍તારમાં રહેતા ઉમંગભાઇ ગોરધન પરમાર અને તેના ભાઇઓ મોહિત તેમજ અભિષેક ગઇ કાલે કૌટુંબીક વીલ બનાવવા માટે વાંઝાવાડ ખાતે ભેગા થયા હતા.

ત્‍યારે મોહિત અને અભિષેકે ઝઘડો કરી ઉમંગ પરમાર અને તેના પત્‍નીને લાકડી વડે માર મારીને ઇજા પહોંચાડી હતી.

બનાવ અંગે એ ડીવીઝનના પોલીસ જમાદાર એસ.બી.રાઠોડે તપાસ હાથ ધરી છે.

(1:21 pm IST)