Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢ કળષિ યુનિવર્સિટી ખાતે ભૂલકા મેળો યોજાયો

જૂનાગઢ : આઇસીડીએસ વિભાગીય નાયબ નિયામક રાજકોટ ઝોન, જિલ્લા પંચાયત તથા મહાનગરપાલિકાના સંયુક્‍ત ઉપક્રમે ભૂલકા મેળા ૨૦૨૨ કળષિ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ  શાંતાબેન ખટારીયાએ પ્રવચન આપ્‍યું હતું. મેયર ગીતાબેન પરમારે ભૂલકા મેળાના સુંદર આયોજન માટે આઈસીડીએસ  વિભાગને અભિનંદન પાઠવ્‍યા હતા. આ ભૂલકા મેળામાં લો કોસ્‍ટ  સ્‍થાનિક રીતે ઉપલબ્‍ધ વસ્‍તુઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે શીખવા શીખવવાની સામગ્રીનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેની મુલાકાત મહાનુભાવોએ લીધી હતી. આ પ્રદર્શનમાં અભ્‍યાસક્રમની  સાથે ૧૭ થીમ અને શૈક્ષણિક સંકલ્‍પનાઓ આધારિત ટીએલએમનું નિદર્શન પણ રાખવામાં આવ્‍યું હતુ તથા પ્રી સ્‍કૂલ ઇન્‍સ્‍ટ્રક્‍ટરોને ટીએલએમ કળતિઓ બનાવવા બદલ મહાનુભાવોના હસ્‍તે ઇનામ વિતરણ તથા બાળકોનું મારી વિકાસયાત્રા યાત્રા પ્રગતિ કાર્ડનું વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે વિભાગીય નાયબ  નિયામક રાજકોટ ઝોનના  અંકુરબેન વૈધ દ્વારા શાબ્‍દિક સ્‍વાગત આભાર વિધિ પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન લાભુબેન ગુજરાતી,  મનપા સમાજ કલ્‍યાણ સમિતિના અધ્‍યક્ષ વાલાભાઈ આમછેડા, મનપા કમિશનર તન્ના, જિલ્લા વિકાસ અધિકારી  મીરાંત પરીખ, સાવજ ડેરીના એમડી  દિનેશભાઈ ખટારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત સહિતના અધિકારીઓ, પ્રોગ્રામ ઓફિસર, ઇન્‍સ્‍ટ્રક્‍ટરો, મુખ્‍ય સેવિકાઓ, આંગણવાડી વર્કર, ભૂલકાઓ વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(2:38 pm IST)