Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ભગવાનમય- ઇશ્વરમય-કૃષ્‍ણમય જીવન જીવો : પૂ. રમેશભાઇ ઓઝા

મોરબીમાં કાંતિભાઇ અમૃતિયા પરિવાર આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો વિરામ

(વિનુ જોશી- પ્રવિણ વ્‍યાસ દ્વારા) જુનાગઢ-મોરબી, તા. ર૦ :  શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા, મોરબી ખાતે, છેલ્લા સાત દિવસથી ચાલી રહી હતી. જેનો છેલ્લો દિવસ હોય, પૂર્ણાહુતિ દિવસ હોય, મોરબી જિલ્લાના સૌ નાગરિકો, બહોળી સંખ્‍યામાં પોતાના પરિવારો સાથે કથા શ્રવણનો લાભ લેવા, અને ભક્‍તિના ભાવથી ગદગદ થયેલા, સૌ ભારે હૃદયે, પૂર્ણાહુતિ દિવસમાં સહભાગી થવા, પધાર્યા હતા. આ પૂર્ણાહુતિના દિવસે પૂર્વ ધારાસભ્‍ય  કાંતિલાલભાઈ અમળતિયા અને તેમનું પરિવાર પણ ભક્‍તિ અને લાગણી ના કારણે અત્‍યંત ગદગદ થયેલ જણાતું હતું અને ખૂબ ભારે મન સાથે, પૂર્ણાહુતિ તરફથી પોતાનું લક્ષ ફેરવવા પ્રયાસ કરી રહ્યા હોય, તેવું જણાતું હતું. એમને મન જાણે, હજી કથા અવિરત ચાલ્‍યા કરે એવું સંધાન હતું.

 ભારે હૃદય એટલા માટે કે, આ અમળત સરિતામાં, રોજ આનંદના ધુબાકા અને ભક્‍તિના મહાભોજમાં, સદગ્રુહસ્‍થમય એવં વૈરાગ્‍યમય વાતાવરણમાં, જે આનંદ, ઉત્‍સવ અને જ્ઞાન-સરિતાનો આનંદ માણ્‍યો હતો, તે આનંદ આજે મધ્‍યાન થતા છૂટવાનો હતો, જેનો સૌને અંતઃકરણથી વશવશો હતો. કારણ કે કળષ્‍ણથી દૂર થવું તો કોને ગમે ??? કેમ કે ભાઈશ્રીએ આ કથા દરમિયાન અનેક વખત કહ્યું છે કે, શ્રીમદ્‌ ભાગવત એ સ્‍વયં ભગવાન શ્રીકળષ્‍ણનું વાંગમય સ્‍વરૂપ છે.

પૂર્વ ધારાસભ્‍યશ્રી કાંતિલાલભાઈ અમળતિયાની શ્રીમદ્‌ ભાગવત કથામાં, પૂર્ણાહુતિના દિવસે, રજત તુલા કરવામાં આવી હતી. અને એ સમયે મોરબીના લબ્‍ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. રજત તુલા સમયે સમગ્ર કથા મંડપમાં શ્રીકળષ્‍ણનો જય જય કાર થયો હતો. અને વેદોક્‍ત મંત્રોચ્‍ચાર અવિરત પણે ચાલી રહ્યો હતો.

આ રજત તુલા થયા બાદ, કાંતિલાલભાઈ અમળતયાએ જણાવ્‍યું હતું કે, આપ સૌની લાગણીને હું માન આપીને રજતતુલા માટે સહમત થયો હતો. કેમકે આ રજતતુલા માટે પૂજ્‍ય ભાઈશ્રીનો, સૌ સંતોનો સ્‍નેહ ભર્યો વિનમ્ર આગ્રહ હતો કે, સૌની લાગણીને માન આપી આપ સૌ વતી આ સન્‍માન સ્‍વીકારો.

 તેથી આપ સૌની લાગણી ને માન આપી આપ સૌ દ્વારા આપેલા સન્‍માનને હું સ્‍વીકારું છું અને સાથે સાથે મારો પણ એક વિનમ્ર અનુરોધ છે કે આ ચાંદી આપ સૌ ઉદ્યોગપતિઓ આપની પાસે રાખો અને પછી આપ સૌ ઉદ્યોગપતિઓ જ નક્કી કરો કે, આ રકમ કયા સારા કામમાં વાપરવી. આ અવસરે અનેક સંતો મહંતોએ પણ કાંતિલાલભાઈ અમળતિયાનું અભિનંદન સાથે સન્‍માન કર્યું હતું. અને શુભેચ્‍છા પાઠવી હતી કે, આપના દ્વારા આવા જ ભગીરથ કાર્યો પણ ભવિષ્‍યમાં થતા રહે.

ભાઈશ્રી સાતમા દિવસની એટલે કે પૂર્ણાહુતિની કથાની શરૂઆત કરતા કહે છે કે, બધું જ ભગવાન મઈ છે. એજ જુદા જુદા સ્‍વરૂપે વિલસી રહ્યો છે. ૅપવન તું, પાણી તું, ભૂમિ તું, ભુધરા ફુલ થી વિલસી રહ્યો, આકાશ તું  છતાં જલ નિધિ એટલે કે, સમુદ્ર પાણીમય છે. સમુદ્રના જળમાં રહેલી જીવસળષ્ટિ અને વનસ્‍પતિ, તે અદભુત જીવ સળષ્ટિ છે. મરીન લાઈફ તમે જુઓ. જેમ લાઈટ ની સિરીઝ થાય છે, તેવી જ રીતે ઇનબિલ્‍ડ સીરીઝ ધરાવનારા એટલે કે શરીરમાં જ સિરીઝ હોય, લાઈટ હોય એવા જીવો પણ છે. દરિયાની અંદર અદભુત જીવ સળષ્ટિ છે. એ બધું જ જલમય છે. જળથી, જળ દ્વારા, જળમય, માછલીઓ જેવા અનેક જીવો સમુદ્રમાં છે. ૅજળના માછલા જળમાં જીવે, જળ માહે મરી જાય રે, કળષ્‍ણ-કળષ્‍ણ કરતા પ્રાણ અમારા જાય રેૅ એ જલરાશિ, જળમાં ઉઠતી તરંગો, મોજાઓ, એ પણ જલનું જ રૂપ છે. આપણે સૌ એ ચૈતન્‍યના મહાસાગરમાં ઉઠતી, બનતી, વિલીન થતી દેખાતી, અદૃશ્‍ય થતી, અનંતાનંત લહેરો છીએ. એમ આપણું જીવન પણ, વિચારોના વમળોમાં, તરંગોમાં, લહેરોમાં, વ્‍યસ્‍ત ન થઈ જાય, અને વ્‍યર્થ ન થઈ જાય, તે જોવાનું. નહીંતર આપણે આ વિશાળ સમુદ્રનો જ એક ભાગ હોઈશું, છતાં આપણે સ્‍વયં ને તરંગો લહેરો કે વમળો સમજીશું ??? એટલે ભગવાનમય ઈશ્વરમઈ, કળષ્‍ણમઈ જીવન જીવો.

  આજે મલ્‍ટી યુનિવર્સ વિજ્ઞાન વાત કરે છે. ત્‍યારે આપણા ગ્રંથોમાં, એ વાત આટલા વર્ષો પહેલા લખાયેલી ૅથિયરી ઓફ મલ્‍ટી યુનિવર્સૅ આપણા ઋષિઓ કેવા જ્ઞાની હતા ??? આપણા ઋષિઓ ગ્રહોની દશા અને અવલોકન કરી શકતા. તિથિઓની ગણના કરી શકતા. નક્ષત્રોની ગણના કરી શકતા. ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણની પણ ગણના એકદમ પરફેક્‍ટ રીતે કરી શકતા. ભગવાન લીલા કરે છે ત્‍યારે, માતા યશોદા પોતાના લાલાના મુખમાં, સમગ્ર યુનિવર્સને જોઈ રહ્યા છે. સમગ્ર પળથ્‍વીને, ગ્રહોને, અંતરિક્ષને જોઈ રહ્યા છે. ત્‍યારે એમને એવું થયું કે, શું આ હું માયાથી જોઈ રહી છું ??? આ મારી બુદ્ધિનો મોહ છે ??? કે આ મારા કળષ્‍ણનું ઐશ્વર્ય છે ??? ત્‍યારે યશોદામાં કહે છે કે, ના ના હું સુતી નથી. એટલે સ્‍વપ્નમાં પણ નથી. હું જાગી રહી છું. આ મોહ કે માયા નથી. પણ માયાને કોઈ આંગળીના ટેરવે નચાવી રહ્યું છે. એવું દેખાય છે. આ મારા લાલાના સ્‍વભાવિક દર્શન છે. જેને હું મારો લાલો સમજુ છું. એ તો આખા જગતનો બાપ છે. પોતે પોતાનું સાધારણ રૂપ બનાવે, નાનકડું રૂપ બનાવે, એનો મિનિંગ એ નથી કે એ નાનકડો છે. એ તો સૌનો બાપ છે. આ માત્ર આપણા ઉપર અનુગ્રહ કરવા માટેનું સ્‍વરૂપ છે. જેમાં પ્રકાશ થતા અંધકારનો નાશ થાય, તેમ આ મારો લાલો પ્રકાશ સ્‍વરૂપે પ્રગટયો છે. હવે તમામ પાપોનો તે નાશ કરશે.

(1:23 pm IST)