Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જૂનાગઢ બે મહિલા ઉપર બે મહિલા સહિત પાંચ શખ્‍સોનો હુમલો

વાળ પકડી ગળુ દબાવવાની પણ કોશિષ કરી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦ : જૂનાગઢમાં બે મહિલા ઉપર બે મહીલા સહિત પાંચ શખ્‍સોએ હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની પોલીસમાં ફરિયાદ થઇ છે.

જૂનાગઢમાં વંથલી રોડ પર આવેલ પરિશ્રમ ટાઉનશીપમાં રહેતા મીતલબેન રવજીભાઇ શીંગરખીયાના મકાન શહેરમાં આંબેડકનગરમાં પણ આવેલ છે.

ગઇ કાલે સનીલ કેશુભાઇ, અલકાબેન કેશુ, કાજલબેન ધર્મેન્‍દ્ર અને બે અજાણ્‍યા શખ્‍સો મકાનમાં તાળા તોડી હોવાની જાણ થતા મીતલબેન તેમના મકાને હંસાબેન નામના મહિલા સાથે ગયા હતા.

આ બાબતથી ઉશ્‍કેરાઇ તમામ શખ્‍સોએ ગેરકાયદે મંડળી રચી આ ઇસમોએ કાજલબેન સાથે ઝઘડો કરી અને મીતલબેન ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો તેમજ વાળ પકડી તેમનું ગળુ દબાવવાની કોશિષ કરી હતી.

આ દરમ્‍યાન હંસાબેન વચ્‍ચે પડતા તેની સાથે તમામ શખ્‍સોએ ઝંપાઝપી કરી છે તેણીને મારમાર્યો હતો.

આ અંગે મીતલબેન શીંગરખીયાએ ફરિયાદ કરતા એ ડીવીઝન પોલીસે તમામની સામે રાયોટીંગ વગેરેનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:24 pm IST)