Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કેશોદમાં જલારામ મંદિરે નિઃશુલ્‍ક નેત્ર નિદાન કેમ્‍પ સંપન્ન

મેગા નિદાન કેમ્‍પની સાથે ડીવાયએસપી ગઢવીનો વિદાય સમારંભ યોજવામાં આવ્‍યો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદમાં જલારામ મંદિર ખાતે મેગા નેત્ર નિદાન કેમ્‍પનું ગઈકાલે રવિવારે આયોજન કરવામાં આવ્‍યુ હતુ. સવારે  દિપ પ્રાગટય ભોજન દાતા લક્ષ્મણભાઈ નંદાણીયા, અમીતાબેન નંદાણીયા, ડી.ડી. કાનાબાર, રમેશભાઇ રતનઘાયરા, દિપનભાઈ અટારા, ડૉ. શ્‍યામભાઈ પાનસૂરીયા દ્વારા કરી આ કેમ્‍પ ખુલો મુકવામાં આવ્‍યો હતો.  જેમાં ૨૬૫ જેટલા દર્દી ને તપાસી  ૮૪ દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્‍પિટલ ખાતે ઓપરેશન માટે મોકલવામાં આવ્‍યા હતા. કેશોદ જલારામ મંદિર દ્વારા યોજાયેલા આ નિદાન કેમ્‍પ માં  કેશોદ નાં ઝક્ક લ્‍. ભ્‍. જે.બી. ગઢવીની બદલી રાજકોટ ખાતે થતાં તેમનો વિદાય સમારંભ  પણ યોજવામાં આવ્‍યો હતો. મંદિરનાં ટ્રસ્‍ટી રમેશભાઇ રતનઘાયરા તથા દિનેશભાઈ કાનાબારે ઝળ્‍લ્‍ભ્‍ ગઢવીને  સાલ ઓઢાડી, સાકર નાળિયેર અર્પણ કરી વિદાય આપવામાં આવી હતી.

     આજરોજ  ૨૭૮મો કેમ્‍પ યોજવામાં આવ્‍યો હતો જેમા અત્‍યાર સુધીમાં ૧૯હજાર જેટલા દર્દીઓનિ સફળ ઓપરેશન કરવામાં આવ્‍યા હતા આ કેમ્‍પ સાથે દીપેનભાઈ  અટારા કેશોદ સરકારી હોસ્‍પીટલના સૌજન્‍યથી નિઃશુલ્‍ક ડાયાબીટીસ ચેકઅપ કેમ્‍પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્‍થ આઇડી વિતરણ કરવામાં આવ્‍યું હતું તથા આવકાર હોસ્‍પિટલ ના ડૉ. શ્‍યામભાઈ પાનસૂરીયાએ દરેક પ્રકારના ચામડીના રોગોની નિઃશૂલ્‍ક સારવાર આપીને જરૂરિયાત વાળા દર્દીઓને દવા આપવામાં આવેલ  તેમજ વૈધ ઉમેશભાઈ ભટ્ટ દ્વારા સાંધાના દુઃખાવા માટે નિઃશૂલ્‍ક સારવાર આપવામાં આવી હતી. આ કેમ્‍પમાં ભોજન દાતા લક્ષ્મણભાઇ નંદાણીયા તરફથી દર્દીઓ માટે ભોજન વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

(1:25 pm IST)