Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વિસાવદરના જાંબુડી પાસે દિપડાના હુમલાથી વૃધ્‍ધનું મોત

આંબાજળ ડેમ પાસે રાત્રીના કરેલા હુમલામાં મહિલાને ઇજા થતા સારવારમાં

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૦ : વિસાવદરના જાંબુડી નજીક મોડી રાત્રે દિપડાએ હુમલો કરતા વૃધ્‍ધનું મોત થયાનું અને મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળેલ છે.

વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે કોઢીયા કેન્‍દ્ર આવેલ છે. આંબાજળ ડેમને અડીને આવેલા આ જગ્‍યાએ રકતપિતથી પીડાતા ૬૦ વર્ષીય રાજુભાઇ ચોગલે અને પંચાવન વર્ષીય જશુબેન સુતા હતા.

ત્‍યારે મોડી રાત્રે દિપડો આવી ચડયો હતો અને તેણે સીધો જ રાજુભાઇ ઉપર હુમલો કરતા તેને બચાવવા માટે જશુબેન ધસી ગયા હતા.

પરંતુ દીપડાએ બંને ઉપર હુમલો કરતા રાજુભાઇનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું હતું અને જશુબેનને ઇજા પહોંચી હતી.

આ અંગેની જાણ થતાં વન વિભાગનો કાફલો દોડી ગયો હતો.

મહિલાને સારવાર માટે જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવેલ છે.

(1:25 pm IST)