Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

વિરમગામ શહેર અને તાલુકાના માલધારી સમાજ દ્વારા કાલે દૂધ નહીં ભરાવવા અને વેચાણ નહીં કરવા આહ્વાન

માલધારી વેદના સંમેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી.

વિરમગામ શહેર અને તાલુકાના માલધારી સમાજ દ્વારા આવતીકાલે દૂધ નહીં ભરાવવા અને વેંચાણ ન કરવા આહ્વાન કરવામાં આવ્યું છે. સમસ્ત માલધારી સમાજ દ્વારા 21 સપ્ટેમ્બરે ઢોર નિયંત્રણ કાયદા વિરુદ્ધ માલધારીઓ દુધ નહીં ભરાવવા આહવાન કરવામાં આવ્યું, માલધારી વેદના સંમેલનમાં આગેવાનોએ આગામી રણનીતિ પણ નક્કી કરી હતી.

જેમાં 21મી તારીખે માલધારી સમાજ સમગ્ર રાજ્યમાં દુધ નહી ભરાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. માલધારી સમાજના લોકો દ્વારા સમાજને આહવાન આપી જણાવ્યું કે જે લોકો નિયમનું પાલન નહીં કરે તો તેમનું દૂધ ઢોળી નાખવામાં આવશે,..આવનાર સમયમાં સરકાર બિલ ઢોર નિયંત્રણ કાયદા પરત નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતાઓ છે. સરકાર બિલ પરત લે છે કે પછી વચ્ચેનો રસ્તો કાઢે છે તે તો આવનારા સમય બતાવશે.

(12:56 am IST)