Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

દેવભૂમિ દ્વારકાના ૨૩ વર્ષીય યુવાન અજયસિંહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરી અજય સિંહને અમરત્વ અપાવ્યુ.

દેવભૂમિ દ્વારકાના ૨૩ વર્ષીય યુવાન અજયસિંહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર થતાં  પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કરી અજય સિંહને અમરત્વ અપાવ્યુ.છે

સિવિલ હોસ્પિટલ અમદાવાદની SOTTO ની ટીમને એક મહિનાના ટૂંકા અંતરાલમાં ૬(છ) અંગદાન માં સફળતા.મળી છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીના નેતૃત્વ હેઠળની SOTTOની ટીમની સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ નિભાવતી સેવાભાવી કામગીરી બદલ અભિનંદન પાઠવું છું.
અંગદાન વિશે જાણવા જેવુ....
દર્દી બ્રેઈનડેડ જાહેર થતા તેના હૃદયને ૪ થી ૬ કલાક,ફેફસાંને ૬-૮ કલાક,સ્વાદુપિંડ અને લીવરને ૮ થી ૧૦ કલાક,કિડનીને ૨૪ કલાક, આંખોને છ કલાકમાં કાઢીને એક અઠવાડિયામા અને બંને હાથોને છ કલાકમાં બ્રેઇનડેડ વ્યક્તિના શરીરમાંથી કાઢીને અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવુ જરૂરી બની રહે છે

(10:05 am IST)