Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા દર્દીઓ માટે સમય વધારવા માગણી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૦ :.. સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવતા દર્દીઓ માટે હોસ્‍પિટલમાં તેઓ કેસ કઢાવ્‍યા બાદ તેઓને ફરી ધકકા ન થાય તે માટે સમય મર્યાદા વધારવા માગણી ઉઠી છે.
પોરબંદર જિલ્લાની એ-ગ્રેડ હોસ્‍પિટલમાં પોરબંદર જિલ્લાની સરહદના ગામોના દર્દીઓ લાભ લ્‍યે છે. ભાવસિંહજી હોસ્‍પિટલમાં જુદા જુદા તાવ તથા અન્‍ય રોગ માટે ૩૬ થી વધુ પ્રકારના લોહી ટેસ્‍ટ મફત કરી આપવામાં આવે છે. ઉપરાંત ટ્રોમા સેન્‍ટરમાં સીટી સ્‍ક્રેન જરૂરીયાતવાળા દર્દીઓને કરી અપાય છે. મલેરીયા, ટ્રાયફોડ, ન્‍યુમોનિયા, ડેન્‍ગ્‍યુ, ચીકન ગુનીયા તેમજ કોરોના માટે ટેસ્‍ટ કરી અપાય છે. પરંતુ હજુ સરકારી હોસ્‍પિટલનો વહીવટ સુધારવામાં આવે તો સીનીયર સીટીઝનો અને ખાસ કરીને ગ્રામ્‍યમાંથી આવતા દર્દીઓની મુશ્‍કેલી દુર થઇ શકે ઉપરાંત જે તે નિષ્‍ણાંત ડોકટરોની સેવા નિયમીત ચાલુ રહે તેવા પ્રયત્‍નોની જરૂર છે.

 

(10:06 am IST)