Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ચોટીલાના ચોબારીમાં મોગલ માના ભજન સાંભળી પરત આવી રહેલા ભરત પર હુમલો

સંજય, વલ્લભ, સોમાએ ગાળો દેતાં ના પાડતાં ઘા ધારીયા-કુહાડી-પાઇપના ઘા થયાઃ રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૦: ચોટીલાના ચોબારી ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં ભરત હિતેષભાઇ સોલંકી (ઉ.વ.૨૧) નામના યુવાનને રાતે દસેક વાગ્‍યે ગામના વાડી વિસ્‍તારમાં શ્રી મોમાઇ આશ્રમ ખાતે મોગલ માતાજીના ભજનનો કાર્યક્રમ હોઇ ત્‍યાં ભજન સાંભળવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતો હતો ત્‍યારે આશ્રમ નજીક સંજય કોળી, વલ્લભ કોળી અને સોમા કોળીએ અગાઉના મનદુઃખનો ખાર રાખી ગાળો દેતાં ભરતે ગાળો દેવાની ના પાડતા ત્રણેયે ઉશ્‍કેરાઇ જઇ ધારીયા, કુહાડી, પાઇપથી હુમલો કરી ગંભીર ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. ભરત ત્રણ ભાઇમાં વચેટ છે. ચોટીલા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

 

(11:05 am IST)