Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

મોરબીના નીલેશભાઈ જેતપરિયાની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે પુનઃ નિમણુક કરાઈ.

મોરબી સિરામિક એસો પ્રમુખ તરીકે કાર્યરત નીલેશભાઈ જેતપરિયાની ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે પુનઃ નિમણુક કરવામાં આવી હોય જેથી તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે
સિરામિક એસો પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ નીલેશભાઈ જેતપરિયાને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ફોરેન ટ્રેડ ટાસ્ક ફોર્સમાં ફરીથી મેમ્બર તરીકે સ્થાન મળ્યું છે ત્યારે નીલેશભાઈ જેતપરિયાએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે
સાથે જ આવનાર સમયમાં વિપરીત પરિસ્થિતિમાં કન્ટેનર ભાડા વધુ છે અને ગુજરાતની જુદી જુદી પ્રોડક્ટનું એક્સપોર્ટ વધારવું મોટી ચેલેન્જ સમાન છે ત્યારે એ દિશામાં તેઓ પોતાનું યોગદાન આપશે અને ગુજરાતનું એક્સપોર્ટ વધારવા સમગ્ર ટીમ કટિબદ્ધ હોવાનું પણ જણાવ્યું હતું.

(11:57 am IST)