Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

લીંબડી તાલુકા પંચાયત વીસીઇ મંડળ દ્વારા તંત્ર સામે વિરોધ

વઢવાણ,તા. ૨૦: લીંબડી તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લીંબડી વીસીઈ મંડળ દ્વારા મંડળ પ્રમુખના અધ્‍યક્ષસ્‍થાને બેઠક યોજાઇ હતી.
ત્‍યારે સમગ્ર ગુજરાતમાં ઈગ્રામ વિશ્વ ગ્રામ પ્રોજેક્‍ટ ચાલી રહ્યો છે જેમાં ગ્રામ્‍ય કક્ષાએ લોકોને કોમ્‍યુટર રાઈઝ તમાંમ પ્રકારની જેમ કે સાતબારના ઉતારા, જન્‍મ મરણના પ્રમાણપત્રો, તેમજ ખેતી વિષયક ખેડુતોનેᅠ સેન્‍ટર ખાતેથી સુવિધાઓ ઉપલબ્‍ધ વીસીઈ દ્રારા આપવામાં આવી રહી છે. જેમાં આકામ કરતાં વિસીઈને પગાર નથી પણ કમીશન આપવામાં આવે છે. ત્‍યારે વીસીઈ મંડળ દ્વારા સરકાર સામે આ બાબતે રોષ વ્‍યક્‍તᅠ કર્યો છે અને ૨૧ ઓક્‍ટોબર ના રોજ ગાંધીનગર ખાતે આવેલ સત્‍યાગ્રહની છાવણી ખાતે એક દિવસીય વિરોધ પ્રદર્શન કરશે જેમાં વીસીઈને કાયમી કરવા, કમીશન પ્રથા કાઢી અને પગાર આપવો જેવી વિગેરે માગણીઓ સંદર્ભે તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજી હતી. જેમાં મંડળના સદસ્‍ય કિશનભાઇ રાઠોડ, સંજયભાઈ જાદવ સહિતના વીસીઈ હાજર રહ્યા હતાં.

 

(11:43 am IST)