Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

કચ્‍છમાંથી રાષ્‍ટ્રીય એકતા રેલીનું પ્રસ્‍થાન : ૬ મહિલા સહિત ૨૫ પોલીસ જવાનો બાઈક રેલીમાં જોડાયા

વિવિધ જિલ્લાઓના લોકો વચ્‍ચે રાષ્‍ટ્રીય એકતાના સંદેશનો પ્રચાર પ્રસાર કરતી આ રેલી ૨૬મીએ કેવડિયા પહોંચશે

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૦ : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્‍મજયંતિ નિમિત્તે ૩૧ ઓક્‍ટોબર રાષ્‍ટ્રીય એકતા દિવસને અનુલક્ષીને દેશમાં રાષ્‍ટ્રીય એકતા રેલીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત દેશની પヘમિી સરહદે આવેલા ગુજરાતના છેવાડાના જિલ્લા કચ્‍છના લખપતમાંથી બાઈક રેલીનું આજે પ્રસ્‍થાન કરાયું હતું. ગુજરાત પોલીસના ૨૫ જવાનો આ બાઈક રેલીમાં જોડાયા છે. જેમાં ૬ મહિલા જવાનો છે. ગુજરાતમાં આવેલા સરદાર પટેલ સાથે સંકળાયેલા સ્‍થળોને આવરી લઈને વિવિધ જિલ્લાઓના લોકો વચ્‍ચે રાષ્‍ટ્રીય એકતાનો સંદેશનો પ્રચાર  પ્રસાર કરતી આ બાઈક રેલી ૨૬ ઓક્‍ટોબરે કેવડિયા ખાતે પહોંચશે. દેશની ચારેય દિશાઓમાંથી નીકળનાર આ રાષ્‍ટ્રીય એકતા બાઈક રેલીમાં ઉરી, કન્‍યાકુમારી, ત્રિપુરા અને ગુજરાત કચ્‍છનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કચ્‍છ જિલ્લા માંથી શરૂ થયેલ આ બાઈક રેલી અન્‍ય જિલ્લાઓ મોરબી, રાજકોટ, સુરેન્‍દ્રનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, અંકલેશ્વર થઈને અંદાજિત ૧૧૭૦ કીમીનો પ્રવાસ કરી ૨૬/૧૦ ના રોજ કેવડીયા પહોંચશે. પヘમિ ઉપરાંત પૂર્વ, ઉત્તર અને દક્ષિણના છેવાડાના સરહદી વિસ્‍તાર સહિત દેશના શહેરી તેમ જ ગ્રામીણ વિસ્‍તારોમાં પસાર થઈને રાષ્‍ટ્રીય એકતાનો સંદેશ પ્રસરાવતી આ રેલીનું સમાપન ૩૧ ઓક્‍ટોબરે કેવડિયા મધ્‍યે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતિમાં થશે.
કચ્‍છના લખપત થી રાષ્‍ટ્રીય એકતા રેલીનો પ્રારંભ વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય સાથે ગુજરાત પોલીસ વતી બોર્ડર રેન્‍જ આઇજી જે.આર. મોથલિયા, પヘમિ કચ્‍છ એસપી સૌરભસિંઘ, લખપત ગામના સરપંચ રમજાન ઈસ્‍માઈલ સોઢાએ કરાવ્‍યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્‍ય વર્મા, કચ્‍છ સરહદે તૈનાત લશ્‍કરની વિવિધ પાંખોના અધિકારીઓ આર્મી બ્રિગેડિયર સુધાંશુ શર્મા, એરફોર્સના ગ્રુપ કેપ્‍ટન બી.આર. ડેશા, કોસ્‍ટગાર્ડ કમાન્‍ડન્‍ટ સંદીપ સફાયા, બીએસએફના ડીઆઈજી સંજયકુમાર શ્રીવાસ્‍તવ, સ્‍થાનિક ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા ઉપરાંત સ્‍થાનિક ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.  

 

(11:46 am IST)