Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રવિવારે પ્રથમ ૧૦૦ વ્યકિતઓને ગિરનાર રોપ-વેની નિઃશુલ્ક સફર

ગિરનાર રોપ-વે ચાલુ થયાને એક વર્ષ પુર્ણ થતા તથા કંપનીની જાહેરાતઃ કોરોના રસીના બન્ને ડોઝ લેનારને લાભ મળશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ : તા. ર૪ ને રવિવારે ગીરનાર રોપ-વે શરૂ થયાને એક વર્ષ પુર્ણ થતા રવિવારે  પ્રથમ ૧૦૦ વ્યકિતને  ગિરનાર રોપ-વેના નિઃશુલ્ક મુસાફરીનો લાભ આપવા  કંપનીએ જાહેરાત કરી છ.ે

જો કે વ્યકિતએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હશે તેમને જ નિઃશુલ્ક મુસાફરીનો લાભ મળશે.

ઉષા બ્રેકો કંપનીના રિજીયોબલ હેડ દિપક કપલીએ સવારે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, કોરોનાને હરાવવા વેકિસન જ અમોદ શસ્ત્ર છે. દેશમાં સંપૂર્ણ વેકિસનેશન થાય. તેમાટે કેન્દ્ર અને રાજય સરકારોએ રાત-દિવસ એક કર્યા છે અને દરેક ભારતવાસી કોરના પ્રતિરોધક રસી લઇને સુરક્ષીત થાય તે માટે રસીકરણના કેમ્પ યોજવામાં આવી રહ્યા છ.ે

ત્યારે વેકસિનેશનીને વેગ માટે અને વેકસીનના બંને ડોઝ લઇ ચુકયા હોય એવા લોકોને પ્રોત્સાહન મળે તે માટેઉષા બ્રેકો કંપનીએતા.ર૪ ને રવિવારે પ્રથમ ૧૦૦ વ્યકિતને ગિરનાર રોપ-વ્ેમાં નિઃશુલ્ક મુસાફરી કરાવાશે.

શ્રી દિપક કપલીસે વધુમાં જણાવેલ કેકોરોના વિરોધી રસીના બંને ડોઝ લેનારને જ  પ્રથમ ૧૦૦ વ્યકિતની મર્યાદામાં ગિરનાર રોપ-વે નિઃશુલ્ક મુસાફરીનો લાભ મળશે.

 ગિરનાર -રોપ-વેમાં કોવિડ વેકસીનના બંને ડોઝ લઇ ચુકેલાને જ મફત મુસાફરીનો લાભ મળશે.

(11:49 am IST)