Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જામકંડોરણાના સાજડીયાળીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ તેમજ રાસોત્સવની ઉજવણી

જામકંડોરણાના સાજડીયાળી ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવ યોજાયો હતો. (તસ્વીર : મનસુખ બાલધા)

(મનસુખ બાલધા દ્વારા) જામજાધપુર તા.ર૦: જામકંડોરણાના સાજડીયાળી ગામે શ્રીમતી તિજાદેવી હરિબક્ષ લોહીયા પ્રા. શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભગારૂપે ઇન્દીરાનગર સી.આર.સી.કક્ષાનો કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સાજડીયાળી, ધોળીધાર, બેલડા, ઉજળા, રંગપર, ઇન્દીરાનગર, બંધિયા અને બોરીયા પ્રાથમીક શાળઅોના બાળ કલાકારોઍ ચિત્રકલા, કાવ્યગાન,  નિબંધ, વકતૃત્વ વગેરે સ્પર્ધાઅોમાં ભાગ  લઇને પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના સ્પર્ધા દ્વારા પ્રગટ કરી હતી. જેમાં બાળ કલાકારોઍ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઅોના ચિત્ર દોરીને ઉત્કૃષ્ટ રજુઆત કરી પોતાના વિચારો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે શાળામાં રાસોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોઍ મન ભરીને ઝુમ્યા હતા. આ પ્રસંગે સી.આર. સી. કોઅોર્ડીનેટર ઉમેદભાઇ વાળા દ્વારા ભાગ લેનાર તમામ બાળ કલાકારોને તેમજ ગરબે રમનાર દેવી સ્વરૂપા બાળાઅોને ઇનામ આપવામાં આવ્યા હતા. સાથે પ્રથમ બીજા અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના ભુતપર્વ વિદ્યાર્થી કેવિનભાઇરાણપરીયા દ્ારા તમામ બાળકોને બટુક ભોજન કરાવીશાળા પ્રત્યેની લાગણી વ્યકત કરી હતી. આ પ્રસંગે જામકંડોરણા તાલુકાના શિક્ષણ વિભાગના ઇન.કે.ની.ધારાબેન વૈષ્ણવ, સી.આર.સી. કોઅો. ઉમેદભાઇ વાળા, તાલુકા શાળા, ધોળીધારના પ્રિન્સીપાલ ભરતભાઇ અંટાળા, તેમજ ભાગ લેનાર શાળાઅોના આચાર્યશ્રીઅો  અને શિક્ષક મિત્રોઍ હાજરી આપી હતી. રાજકોટ જિલ્લા દુધ સંઘના પુર્વ ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાઍ બાળકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ સરપંચશ્રીઍ  મુલાકાત લીધી હતી. આ સમગ્ર આયોજનને સફળબનાવવા માટે શાળાના આચાર્ય વિજયભાઇ રાણપરીયા તેમજશાળાના શિક્ષકોઍ જહેમત ઉઠાવી હતી.

(11:53 am IST)