Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પોરબંદરમાં ગેરકાયદે પીસ્તોલ લઇ જતો શખ્સ ઝડપાયો

પોરબંદર, તા.૨૦: ગેરકાયદે પીસ્તોલ લઇને કારમાં જતા રમેશ ભીખાભાઇ ચૌહાણ (ઉ.વ.૪૦) રે.ઓડદરવાળાને પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા સુચના અન્વયે પોરબંદર શહેરના ર્ંડી.વાય.એસ.પી. જે.સી.કોઠીયા તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ર્ંપો.ઇન્સ. એચ.બી.ધાધલ્યાના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ એ.એ.મકવાણા તથા સર્વલન્સ સ્કવોડના માણસો સાથે પોરબંદર થી ઓડદર તરફ જતા રસ્તે વાહન ચેકીંગ કરતા હતા. તે દરમ્યાન સ્વીફટ કાર નં.જીજે૦૩સીઆર૭૮૧૨ના ચાલક -રમેશ ભીખાભાઇ છેલાણા ઉ.વ.૪૦ રહે. ઓડદરગામવાળાને ચેક કરતા મજકુરના નેફા માંથી ચાલુ હાલતની ગેરકાયદેસર પિસ્તોલ હથીયાર -૧ મળી આવેલ હોય જેથી પિસ્તોલ હથીયાર -૧ કિ.રૂ.ર૦,૦૦૦/- તથા કાર એક કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૩૦૦૦/ના મુદામાલ સાથે મળી આવતા આરોપી સામે હથીયાર ધારા કલમ-રપ(૧-બી)એ, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો પો.સબ.ઈન્સ. એ.એ.મકવાણાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે.

કમલાબાગ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાધલ્યા તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. એ.એ.મકવાણા તથા એ.એસ.આઇ. આર.પી.જાદવ, વી.એસ.આગઠ, બી.એલ.વિંઝુડા,પો.હેડ કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ. વિજયભાઇ, ભીમશીભાઇ, કનકસિંહ, વિરેન્દ્રસીંહ, અક્ષયભાઇ, વિગેરે પોલીસ સ્ટાફ આ ચેકીંગ કામગીરીમાં જોડાયેલ હતા.

(12:42 pm IST)