Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વિસાવદર સરકારી હોસ્પિટલ જ માંદગીનાં બીછાને : અપુરતા ડોકટરો - સ્ટાફ અને દવાના જથ્થો..!!

વર્તમાન તબીબો-સ્ટાફ પર કામનુ જબરૂ ભારણ : ખાલી જગ્યાઓ તાકીદે ભરવા પ્રબળ લોકમાંગ

 (યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૦ : વિસાવદર સરકારી હોસ્પિટલ જ માંદગીનાં બીછાને હોય,તેવુ ચિત્ર ખડુ થઇ રહ્યુ છે..અપુરતા ડોકટરો..અપુરતો સ્ટાફ...અપુરતો દવાનો જથ્થો જાણે કે,રોજીંદી સમસ્યા બની ચૂકી છે...આવી વિકટ પરિસ્થિતિમાં વર્તમાન ડોકટરો-સ્ટાફ પર કામનુ જબરૂ ભારણ આવે છે.જેથી ખાલી જગ્યાઓ તાકીદે ભરવા,દવાનો જથ્થો, જરૂરી મશીનરીઓ ઉપલબ્ધ બનાવવા,સ્ટાફ કવાટર્સ રિનોવેશન કરાવવા પ્રબળ માંગ પ્રવર્તે છે.

લોકપ્રશ્ને સતત જાગ્રત રાજયકક્ષાની સ્વૈચ્છિક સંસ્થા 'ટીમ ગબ્બર'ના સ્થાપક કે,એચ.ગજેરા(એડવોકેટ,સુરત) તથા વિસાવદરનાં એડવોકેટ નયનભાઇ જોશીએ કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી,ઙ્ગ મુખ્યમંત્રીશ્રી, આરોગ્ય મંત્રી,જિલ્લા કલેકટરને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે,વિસાવદર શહેરની વસ્તી ૪૦ હજારની છે અને તાલુકાની વસ્તી આશરે દોઢ લાખની હોય અહીં તાલુકા મથકે એક જ 'સામુહિક આરોગ્ય કેન્દ્ર' આવેલ છે.અહીં બીજી કોઈ સરકારી હોસ્પિટલ આવેલ ન હોય અને જે છે તે માંદગીને બિછાને હોય તે રીતે હોસ્પિટલમાંઙ્ગ વર્ષોથી ગાયનેક-સર્જનની જગ્યા ખાલી છે.અહીં દાંતના ડોકટર પણ હાલ નથી.છેલ્લા પાંચ વર્ષથી અહીં રહેતા સ્ટાફના કર્મચારીઓ માટેના કવાર્ટર માટે રીનોવેશનની માગણી હોવા છતાં પણ રીનોવેશન થયેલ નથી. સ્ટાફ કવાર્ટર્સ તાત્કાલિક રીપેર કરવા પડે તેમ છે. ઉપરાંત અહીંની હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી સેલ કાઉન્ટર મશીન બંધ છે, આ મશીન વર્ષોજુનું છે તેના સ્પેરપાટર્સ મળતા નથી અને આ મશીનની એજન્સીનો કોન્ટ્રાકટ રીન્યુ થયેલ નથી અને તેના કારણે આ મશીન બંધ છે તે ચાલુ થઈ શકે તેમ નથી અને તેના કારણે આ વિસ્તારના લોકોને સામાન્ય બીમારીમાં ટેસ્ટ માટે દોઢસો થી બસ્સો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે તેથી તાત્કાલિક નવું મશીન ફાળવવુ આવશ્યક છે.હોસ્પિટલમાં આંખની તપાસ માટે ઓપટી મિશન ટેકિનશિયનની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે.હોસ્પિટલમાં ઉપરથી પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો ફાળવવામાં આવતો ન હોવાની પણ વ્યાપક ફરિયાદ છે.

સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતિ સુવિધાઓના કારણે વિસાવદર તાલુકાના દર્દીઓ માટે સામાન્ય એવા નિદાન-સારવાર માટે વિસાવદરથી જૂનાગઢ આવવું-જવું પડે છે જે ખૂબ જ કઠિન છે અને ગરીબ દર્દીઓને આ ખર્ચ પણ પોસાય તેમ ન હોય તેથી ગરીબ પ્રજાના હિતમાં તાત્કાલિક જરૂરી સુવિધાઓ તથા જરૂરી ખૂટતો તમામ સ્ટાફ તથા જરૂરિયાત મુજબની દવાઓ તથા અન્ય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવા ટિમ ગબ્બરના એડવોકેટ નયનભાઇ જોશીએ જણાવ્યું છે.

કાનુની શિબિર યોજાઇ

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ હતી.જેમાં પી.એલ.વી. રમણિકભાઈ દુધાત્રાએઙ્ગ વિધાર્થીનીઓને 'મહિલાઓને કાયદામાં મળતા રક્ષણ તેમજ વિશેષ અધિકાર' વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આચાર્યા કંચનબેન કાચા,કિશોરભાઈ સાગઠિયા ,આસીફ કાદરી,ઉમેશ ગેડિયા તથા વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

ગરીબોને મીઠાઈ વિતરણ

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી વિસાવદર શહેરમાં વસતા ગરીબ પરિવારો ને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરણી, માનવસેવા સમિતિના પ્રમુખ રમણિકભાઈ દુધાત્રા, મેડિકલ સાધન સેવા કેન્દ્રના સંચાલક ચંદ્રકાન્તભાઈ ખુહા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

વિવિધ ગામોમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઈ

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિસાવદર તાલુકાના વેકરીયા, લાલપુર, હસનાપુર, સરસાઈ, માંડાવડ સંકુલ, કાલસારી,જેતલવડ , અંધ વિદ્યાર્થી ભુવન સહિતના ગામો-સ્થળોએ કાનૂની શિક્ષણ શિબિરોનું આયોજન કરેલ હતું. જેમાં પી.એલ.વી.રમણિકભાઈ દુધાત્રાએઙ્ગ વિદ્યાર્થીની ઓનેનેઙ્ગ 'મહિલાઓને કાયદામાં મળતા રક્ષણ તેમજ વિશેષ અધિકાર' વિશે જુદા જુદા વિષયો ઉપર વિસ્તૃત માહિતી આપેલ હતી. મફત કાનૂની સહાય કોને કોને મળે તેની માહિતી પત્રિકાનું વિતરણ કરાવામાં આવ્યું હતુ. જેમાંઙ્ગ ઙ્ગશિક્ષકો, વિદ્યાર્થીઓ, વિવિધ સામજિકઙ્ગ આગેવાનો, મહિલાઓઙ્ગ હાજર રહ્યા હતા.

બાળાઓને પ્રોત્સાહિત કરાઈ

વિસાવદરમાં મુનિઆશ્રમ રોડ પર વેલનાથબાપાના મંદિરે યોજાતી ગરબીની બાળાઓને ઇનામઙ્ગ વિતરણ કરવામાં આવેલ હતું. આ ઇનામો ધીરજગીરીબાપુ, મનીષભાઈ રિબડીયા, રમણિકભાઈ દુધાત્રા, સુરેશભાઇ સાદરણી, ચંદ્રકાન્તભાઈ ખુહા, આસીફ કાદરીના હસ્તે આપવામાં આવ્યા હતા.

જળસંપતિ મંત્રીને રજુઆત

વિસાવદર તાલુકા ભાજપનાં વરિષ્ઠ અગ્રણી ભરતભાઈ કોટડીયાએ જળસંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળી વિસાવદર તાલુકાના નાનાકોટડા ગામની ઓજત નદી સૌની યોજના સામાવેશ કરી ચેકડેમ ભરવાની તેમજ માગનાથ પીપળી ગામે ઉંચી ટાકી તેમજ પાણીનો સંપ બનાવી નાનાકોટડા,વાજડી અને માગનાથ પીપળી ગામને ધ્રાફડ જુથ યોજનામાથી પીવાનુ પાણી આપવાની રજુઆત કરી હતી.

આવકાર

ઇફકો ફર્ટીલાઇઝરના ચેરમેન તરીકે દિલીપભાઇ સંઘાણીની નિમણૂક થતા જૂનાગઢ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ રામભાઈ સોજીત્રાએ આવકારી શુભેચ્છા પાઠવેલ છે.

ખેતીવાડીમાં સોલાર વીજળી આપવા રજુઆત

વિસાવદર તાલુકા ભાજપના વરિષ્ઠ અગ્રણી ભરતભાઈ કોટડીયાએ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળી સુર્ય શકિત કીશાન યોજના વિસાવદર તાલુકાના નાનાકોટડાના વાજડી તેમજ કરાર ફીડરના ડીપીઆર મંજુર કરી નાનાકોટડા, માંગનાથ પીપળીના ખેડુતોના ખેતીવાડીમા સોલાર વિજળી આપવા રજુઆત કરી હતી.

(12:45 pm IST)