Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વેરાવળમાં જલ્યાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

ર૦રરની નવરાત્રી વધુ જોશ, ઉત્સાહ, આકર્ષણ સાથે ઉજવવાની દીપક કકકડની જાહેરાત

વેરાવળ, તા.૨૦: લોહાણા બોર્ડીગના ગ્રાઉન્ડમાં વર્ષોથી ફકત લોહાણા જ્ઞાતિ રઘુવંશી  ખેલૈયાઓ  માટે ચાલતા જલ્યાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે  ઉજવાયો  હતો  તેમાં  ગીર સોમનાથ જીલ્લા સહીત  દરેક  વિસ્તારમાં  લોકપ્રિય આ નવરાત્રી  ઉત્સવને રઘુવંશી ખેલૈયાઓએ  મન  ભરીને  માણયો  હતો  અને  લોહાણા  જ્ઞાતિના પરીવારોએ દરરોજ સરકારના ગાઈડલાઈન મુજબ હાજરી આપી હતી.

જલ્યાણ નવરાત્રી મહોત્સવના આયોજનને લોહાણા જ્ઞાતિ પરીવારજનો હૃદયથી  બોલી ઉઠયા કે શ્રેષ્ઠ આયોજન, ખેલૈયાઓની સુંદર રમત  જયેશ  અખીયાની સુંદર  ઓરકેષ્ટ્રાના ત્રીવેણી સંગમ તેમજ શાંતિ, સલામતી, સીકયુરીટીને  લીધે  આ આયોજન દર વર્ષે વધુને વધુ સફળતા  મેળવે છે જેમાં જલ્યાણ ગુ્રપના પ્રમુખ દીપક કકકડ તથા તેની ટીમ સહીતના કાર્યકરોને આભારી છે.

વર્ષોથી લોહાણા બોર્ડીગના ટ્રસ્ટીઓ, ગૃહપતિ, વિદ્યાર્થીઓ  જ્ઞાતિના દાતાશ્રીઓ વહીવટી તંત્ર,પોલીસ તંત્ર, નગરપાલિકા તેમજ બોર્ડીગની આજુ બાજુ રહેતા પરીવારો તરફથી આ ભવ્ય કાર્યક્રમ સફળતાપુર્વક પાર પડે તેના માટે સુંદર સહકાર આપેલ હતો તેમજ વિશાળ પટાગણમાં નાસ્તા,ઠંડાપીણા,આઈસ્ક્રીમ વિગેરેના ૧૦  સ્ટોલ રાખવામાં આવેલ જેનો પણ પરીવારો મનભરીને મોજ માળી હતી.

જ્ઞાતિજનોનું વિશાળ હૃદયથી બાળકોને દરરોજ લ્હાણીઓ આપી ઉત્સાહીત કરેલ હતા તેમાય એટલી મોટી સંખ્યામાં બાળકો આવતા તેને દાતાઓ તરફથી એકજ દિવસમાં ૮ થી ૧૦ લ્હાણીઓ આપવામાં આવતી હતી જેથી બાળકો પણ ખુશ ખુશાલ થયેલ હતા.

જલ્યાણ ગુ્રપના પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું સરકારના નિયમ મુજબ ર૦ર૧ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો ર૦રરમાં પણ માતાજીના આર્શિવાદથી વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય રીતે નવરાત્રી મહોત્સવ ઉજવામાં આવશે તેમ જાહેરાત કરાયેલ હતી. જલીયાણ  નવરાત્રી  મહોત્સવ  ર૦૦૭થી  ફકત  લોહાણા  જ્ઞાતિજનો રઘુવંશી  પરીવાર  માટે યોજાય રહેલ છે તેમાં ગુ્રપના દીપક કકકડ, વિપુલ રાજા, જય  રતનધાયરા, જયેશભાઈ શિંગાળા, ભાવેશભાઈ જોબનપુત્રા, કીરીટભાઈ  વસંત,મુકેશભાઈ પટેલીયા, પ્રકાશભાઈ  રૂપારેલીયા, કેતનભાઈ મશરૂ, માધવ કકકડ, રશ્મીનભાઈ  લાખાણી, ચંદ્રેશભાઈ  સેતા,  ચિરાગભાઈ  કકકડ,બીપીનભાઈ અભાણી,બીપીનભાઈ ખીરૈયા, બીપીનભાઈ  તન્ના, ઉષાબેન શિગાળા, અલ્કા મોરઝરીયાએ જહેમત ઉઠાવી હતી.

(1:09 pm IST)