Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અમરેલી એસ.ટી. ડિવીઝનના ૬૦૦ કર્મચારીઓ હડતાલની તૈયારીમાં

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૦ : તહેવારોના સમયે જ એસ.ટી.  યુનિયનો દ્વારા આપવામાં આવેલા અચોકસ મુદતના હડતાલના કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૧૬૦૦ એસ.ટી. કર્મચારીઓ જોડાશે. જેના કારણે તા.ર૦મી મધરાતથી તમામ એસટી બસના પૈડા થંભી જશે. આ મુદે આજે એસટી કર્મચારીઓ દ્વારા ઘંટારવ તથા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. એસટી યુનિયનના વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે, એસ.ટી.કર્મચારીઓને મોંઘવારી ભથ્થા, કંડકટરની કક્ષામાં પગારની વિસંગતતા, બોનસ, સાતમુ પગાર પંચ સહિતના વિવિધ પ્રશ્ને તમામ યુનિયનો દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. અને કેટલાક સમયથી સતત આંદોનાત્મક કાર્યક્રમ ચાલી રહયા છે. જેમાં આજે અમરેલી એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓદ્વારા ઘંટારવ કરીને સુત્રોચ્ચાર કરાયો હતો અને તંત્રને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. આંદોલનના કાર્યક્રમ મુજબ જો સરકાર માંગણી નહી સ્વીકારે અને કોઇ સમાધાન નહીં થાય તો તા.ર૦મી મધરાતથી એટલે કે બુધવારે રાત્રીના ૧ર વાગ્યાથી તમામ એસ.ટી. બસોના પૈડા થંભી જશે. અમરેલી એસટી ડીવીઝનમાં કામ કરતા તમામ ૧૬૦૦ કર્મચારીઓ આ હડતાલના  કાર્યક્રમમાં જોડાશે. આના કારણે ડિવીઝનમાં કુલ ૩પ૦ બસોના પૈડા થંભી જશે.

આનાથી એકદિવસમાં કુલ ૧૪ર૦ ટ્રીપો રદ થશે અને અમરેલી એસટી ડીવીઝનને સંચાલન બંધ રહેવાના કારણે એક દિવસમાં રૂ.૩૦ લાખની ખોટ જાય છે. સમાધાન ન થાય તો બુધવારે રાતે ૧ર વાગ્યે જયાં હોય ત્યાં નજીકના ડેપોમાં બસ થંભાવી દેવા માટે સુચનાઓ આપવામાં આવેલી છે.

પચપચીયામાં દાઝતા મોત

ખાંભા તાલુકાના પચપચીયા ગામે રહેતી ગીતાબેન ભરતભાઇ ભરેલીયા ઉ.વ.રપ ચુલા ઉપર રસોઇ બનાવતી હતી. ત્યારે પાટીયા ઉપર મસાલાનું ડબલુ લેવા જતાં બાજુમાં પડલ કેરોસીન ચુલા ઉપર પડતા ગંભીર રીતે દાઝીજતાં પ્રથમ રાજુલા અને વધુ સારવાર માટે ભાવનગર  દવાખાને ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજયાનું પતી ભરતભાઇ ભરેલીયાએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ગળાફાંસો ખાધો

અમરેલી જેસિંગપરા અક્ષરધામ સોસાયટીમાં રહેતા પંકજભાઇ દિનેશભાઇ પોકળ ઉ.વ.૩૩ના ચારેક માસ પહેલા છુટા છેડા થઇ જતા પોતે નિરાશ અને એકલાવયુલાગતા ઉપરના માળે પોતે પોતાની મેળે ગળાફાંસો ખાઇ જતા મોત નીપજયાનું પિતા દિનેશભાઇ અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

માયાપાદર ગામે માર માર્યો

વડિયા તાલુકાના માયાપાદર ગામે જીતુભાઇ કિશનભાઇ વાઘેલા ઉ.વ.૩૦એ દારૂ પકડાવેલ હોાવની શંકા રાખી ભુરા ગગજીભાઇ, વિનેશ ભુરાભાઇ, દિનેશ ભુરાભાઇ, વનરાજભાઇ ભુરાભાઇ વાઘેલાએ લાકડી, ધારીયુ અને પાઇપ વડે માર મારી ધમકી આપ્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રિક્ષાને હડફેટે લેતા

લાઠી તાલુકાના ટોડા ગામ નજીક એસટી બસ જી.જે.૧૮.ઝેઙ.૧૯૯૨ના ચાલકે પુરઝડપે અને બે ફિકરાઇથી ચલાવી રીક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા મુનીબેન સુમિતભાઇ પરમાર ઉ.વ.૩૦ સહિતનાઓને ઇજા કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘુઘરાળામાં ધમકી

ઘુઘરાળા ગામેર હેતામ નીષભાઇ જેરામભાઇ ગોહિલ ઉ.વ.ર૮ને તેના કુટુંબી જગદીશભાઇ દામજીભાઇ પુના દામજીભાઇ  ગોહીલે ખેતરમાં તારે ખેતી કરવાની નથી. અમારે જમીન વાવવાની છે. જેથી મનીષભાઇએ કહેલ કે મારો હકક છે જેથી ઉશ્કેરાઇ લાકડી વડે માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:10 pm IST)