Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ભાજપ દ્વારા 182 બેઠકો પર જીત મેળવવા માટેની રણનીતિ દ્વારકામા તૈયાર થશે : 24 ઓક્ટોબર ના રોજ સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય આયોજન સવારે રક્તતુલા સાંજે ધ્વજારોહણ બાદ સાંજે સી આર પાટીલ ની સ્વાગત રેલી અને રાત્રે લોકડાયરો

(કૌશલ સવજાણી દ્વારા )ખંભાળિયા તા.૨૦ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી રઘુભાઈ હૂંબલે જણાવ્યું છે કે, 

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ ની અગત્યની બેઠક યોજાઇ હતી.2022 ની વિધાનસભા ચૂંટણી પહેલા તા. 24 ઓક્ટોબર ના રોજ દ્વારકા માં  ભવ્ય કાર્યક્રમ યોજાશે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ  ઉપસ્થિત રહેશે

        182 બેઠક પૈકી તમામ બેઠકો પર જીત મેળવવા માટેની રણનીતિ  તૈયાર થશે.દ્વારકાધીશ મંદિર ના શિખર પર ધ્વજારોહણ કર્યા બાદ બ્યુગલ ફૂંકાશે.સોમનાથ અને દ્વારકા થી રાજકારણ માં ચૂંટણી પહેલા બ્યુગલ ફૂંકતું આવ્યું છે...

ગુજરાત ના રાજકારણ માં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા આગેવાનીમાં 182 બેઠક પર જીત માટે નો ભાજપ પ્રદેશ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

દ્વારકા ખાતે 24 ઓક્ટોબર ના રોજ સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય આયોજન સવારે રક્તતુલા સાંજે ધ્વજારોહણ બાદ સાંજે સી આર પાટીલ ની સ્વાગત રેલી અને રાત્રે લોકડાયરો પણ યોજાશે.

(2:38 pm IST)