Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભુજમાં દરોડો પાડવા ગયેલ પોલીસ કર્મીઓને બુટલેગર પરિવારે ધોકાવ્યા

પોલીસને માર મારી બુટલેગરને નસાડી મુકયો : દારૂબંધી અને ગુંડાગીરીના કડક કાયદાઓ વચ્ચે પોલીસ ઉપરના હુમલાઓથી લોકોમાં ચકચાર

ભુજ તા. ૨૦ : રાજય સરકાર એક બાજુ દારૂબંધી અને ગુંડાગીરી સામે કડક કાયદાઓ ઘડે છે. પણ, કચ્છમાં અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપરના હુમલાઓ વધી રહ્યા છે. ભુજમાં બુટલેગર ઉપર દરોડો પાડવા ગયેલા બે પોલીસ કર્મીઓ બુટલેગર પરિવારને હાથે કુટાયા હતા.

ભુજના ગાંધીનગરી વિસ્તારમાં એલસીબીના કોન્સ્ટેબલ મહિપાલસિંહ અરવીંદસિંહ પુરોહિત અને બી ડિવિઝનના કોન્સ્ટેબલ નરેન્દ્ર ધરડા બુટલેગર જયંતી વરંજાગ દાફડાના ઘેર દરોડો પાડવા ગયા હતા. પણ, તેના ઘરની બાજુમાં દારૂની ચાલુ ભઠ્ઠી અને કારમાં ભરેલ દારુ સાથે કોન્સ્ટેબલોએ બુટલેગર જયંતીને પડકાર્યો ત્યારે તેના ઘરમાથી વાસ્તવિકતા એ છે કે, ગુંડા તત્વો તેના ભાઇઓ બાબુ, રમેશ, ધર્મેન્દ્ર, રામજી, પત્નિ હંસા, પુત્રી ભારતીએ બંને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરી ધોકાવી નાખ્યા હતા.

આ તકે બુટલેગર જયંતી નાસી છુટ્યો હતો. બંને પોલીસોએ પોલીસને જાણ કરતાં માર માર કરતી પોલીસ જીપો આવી ગઈ હતી. જેમણે ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલે ખસેડી આરોપી બુટલેગર પરિવાર ઉપર ગુનો નોંધી દારૂ, કાર સહીતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અસમાજિક પ્રવૃતિ કરતાં બુટલેગરો સાથે પોલીસ કડકાઇ દાખવે તો આવા બનાવો અટકે.

(10:17 am IST)