Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ઉનામાં પરિણિતાના આપઘાત કેસમાં ર પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.ર૦ : પરણિતાએ સાસરીયાના ત્રાસથી ગળાફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધાના ગુનાના બે પોલીસ કર્મચારી આરોપીઓને પોલીસે પકડીને બન્નેને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

વેરાવળ રોડ ઉપર રહેતા હરેશભાઇ કરશનભાઇ ચાવડા (પોલીસ કર્મચારી)ની પત્ની પુષ્પાબેને સાસરીયા તથા પતિના ત્રાસથી કંટાળી ઘરે આપઘાત કરી લેતા મોત થયું હતું. જેની ઉના પોલીસમાં મરણજનારના પિતા ગાંગાભાઇ કરશનભાઇ વાળા રે. ઓલવાડા હાલ મુંબઇવાળાએ તેમના જમાઇ હરેશ કરશન, જગદીશ કરશન સહિત ૪ સામે તેમની દિકરીને મરી જવા મજબુર કર્યાની ફરીયાદ દાખલ કરેલ હતી. જેની તપાસ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિશ્વસિહ ચૌધરી કરી રહ્યા હતાં જેમાં બે દિવસ પહેલા પોલીસે એક આરોપી પોલીસ કર્મચારી હરેશ કરશાન ચાવડાની ધરપકડ કરી હતી અને નોકરીમાંથી સસ્પેન્ડ કરી કોરોના ટેસ્ટ કરાવી કોર્ટમાં પાંચ દિવસની રીમાન્ડ સાથે રજુ કરેલ હતાં. નામદાર કોર્ટ રીમાન્ડ નામંજુર કરી હરેશભાઇ કરશનને જેલ હવાલે કરતા જેલમાં મોકલી આપેલ છે.

બીજો આરોપી જગદીશ કરશન ચાવડા પોલીસ કર્મચારીની પણ ધરપકડ કરી અને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો અને કોર્ટમાં રજુ કરાશે. તેમજ અન્ય આરોપીઓને પણ ટુંક સમયમાં પકડવામાં આવશે તેમ પોલીસે જણાવેલ હતું.

ઉલ્લેખનીય છે કે, પોલીસમાં ફરીયાદ કરવા છતાં ૩ દિવસ સુધી પોલીસ આરોપીને પકડતી ન હોય અને પોલીસ કર્મચારી હોવાથી છાવરતી હોય તેથી વણકર સમાજના લોકોએ ટોળે ટોળા ઉના પોલીસ સ્ટેશને આવી સુત્રોચારો કરી રસ્તા રોકો આંદોલન કરી ૩ કલાક ચક્કાજામ કરી દીધેલ અને ધરપકડની ખાતરી આપતા સમેટાયું હતું.

(11:01 am IST)