Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ઓરકેસ્ટ્રાનું કામ પડતુ મુકી બીજુ કામ કરવા પિતાએ કહેતાં દિપક સોલંકીએ ગળાફાંસો ખાધો

બીજા બનાવમાં રાજેશે પથરીના દુઃખાવાથી ત્રાસી એસિડ પી લીધું: બંને યુવાન ગોંડલનાઃ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૦: ગોંડલના ચોકસીનગરમાં રહેતાં દિપક દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૧૮) નામના યુવાને રાતે સાડા નવેક વાગ્યે ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારજનોએ બચાવી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

દિપક ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો છે. તે ઓરકેસ્ટ્રામાં ડ્રમ વગાડવાનું કામ કરે છે. તેના ભાઇના કહેવા મુજબ દિપકને પિતાજીએ ઓરકેસ્ટ્રાનું કામ પડતું મુકી બીજુ કંઇક કામ કરવાનું કહી સમજાવતાં માઠુ લાગી જતાં તેણે લોખંડના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જો કે પરિવારજનોનું તુરત જ ધ્યાન પડી જતાં નીચે ઉતારી લીધો હતો અને જીવ બચી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.

બીજા બનાવમાં ગોંડલના ભગવતપરામાં રહેતાં રાજેશ મનસુખભાઇ પરમાર (ઉ.વ.૩૨) નામના યુવાને એસિડ પી આઘપાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટો છે. તે કડીયા કામની મજૂરી કરે છે. તેના કહેવા મુજબ પથરીના દુઃખાવાથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હતું.

(11:19 am IST)