Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધીઃ નલીયા ૧૦.૪, રાજકોટ ૧૩ ડીગ્રી

ધીમે-ધીમે જામતો શિયાળાનો માહોલઃ ઠંડા પવનના સુસવાટાથી ઠંડકમાં વધારો

રાજકોટ, તા., ૨૦: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીમાં વધારો થઇ રહયો છે અને શિયાળાનો માહોલ જામતો જાય છે.

આજે કચ્છના નલીયામાં ૧૦.૪ ડીગ્રી, રાજકોટમાં ૧૩ ડીગ્રી લઘુતમ તાપાન નોંધાયું છે.

ઠંડા પવનના સુસવાટાના કારણે ઠંડીમાં વધારો અનુભવાયો છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર અનુભવાય છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સુર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદની સાથે ઠંડી પણ રોકર્ડ તોડે તેવી પડવાની શકયતાઓ અગાઉ વ્યકત થઇ છે ત્યારે તેની અસર અત્યારથી થવા લાગી છે. રાત્રીના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડા સાથે કારતક માસમાં જ કચ્છમાં કોલ્ડવેવ ફરી વળેલ છે અને આજે સૌરાષ્ટ્રના સૌથી ઠંડા રાજકોટમાં ૧૩.૬ સે. તાપમાને લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો અને રાત્રે અને સવારે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા નજરે પડયા હતા. જનજીવન પર ઠંડીની અસર હવે વર્તાઇ રહી છે.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૧ ડીગ્રી

ડીસા

૧૨.૯ ડીગ્રી

વડોદરા

૧૮.૦ ડીગ્રી

સુરત

૧૮.૪ ડીગ્રી

રાજકોટ

૧૩.૦ ડીગ્રી

કેશોદ

૧૩.૩ ડીગ્રી

ભાવનગર

૧૬.૭ ડીગ્રી

પોરબંદર

૧૫.૪ ડીગ્રી

વેરાવળ

૧૯.૫ ડીગ્રી

દ્વારકા

૧૮.૪ ડીગ્રી

ઓખા

રર.૮ ડીગ્રી

ભુજ

૧૫.૪ ડીગ્રી

નલીયા

૧૦.૪ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૬.૯ ડીગ્રી

ન્યુ કંડલા

૧૫.૫ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૩.૧ ડીગ્રી

અમરેલી

૧૬.૬ ડીગ્રી

ગાંધીનગર

૧૫.૦ ડીગ્રી

મહુવા

૧૪.૧ ડીગ્રી

દિવ

૧૬.૫ ડીગ્રી

વલસાડ

૧૪.૫ ડીગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૭.૦ ડીગ્રી

(11:36 am IST)