Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વઢવાણના વાડલા ગામે ફાયરિંગ

સરપંચની ચૂંટણીનું મનદુઃખ રાખી કરાયું હોવાની આશંકા

વઢવાણ, તા.૨૦: ફરીયાદી શકિતસિંહ ખુમાનસિંહ ખેર કારડીયા રાજપુત ઉં.વ.૨૩ ધંધો અભ્યાસ રહે.વાડલા અમરતભાઈ વાળી શેરી તા.વઢવાણ એ ફરીયાદ નોંધાવેલ છે કે, વાડલા ગામે દાજીભાઈ પ્રવીણભાઈ સોલંકીની નાસ્તાની દુકાન પાસે રોડ ઉપર (૧)વનરાજભાઈ અભેસંગભાઈ મકવાણા (૨) મેહુલભાઈ અભેસંગભાઈ મકવાણા (૩)દેવજીભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ વનરાજભાઈ વિરૂધ્ધ એકાદ વર્ષ પહેલા ફરીયાદીના કાકાના દિકરા જગદીશભાઈએ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટણીમાં ફોર્મ ભરેલ.

જેમાં ફરીયાદીના કાકાના દિકરા જગદીશભાઈ ચૂંટાઈ આવતા તેમને ઉપ સરપંચ બનાવેલ અને આ ચૂંટણીમાં વનરાજભાઈ હારી ગયેલ તેમજ સાહેદ જગદીશભાઈ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડું કરાવાનું કામ કરાવતા હતા તે વખતે તળાવના કામ ઉપર આરોપી નં.૩ દેવજીભાઈએ જઈ ફરીયાદી તથા સાહેદ જગદીશભાઈને પુછયા વગર કેમ કામ ચાલુ કર્યુ છે અને કામ કરવું હોય તો ભાગ આપવો પડશે જો નહિ આપો તો મજા નહિ આવે તેવી ધમકી આપી બોલા-ચાલી ઝદ્યડો કરેલ હતો.

જે બન્ને વાતનું મન દુઃખ દાઝ રાખી આરોપી નં.૧ વનરાજભાઈએ તેમની લાયસન્સ વાળી લાંબી કાળા કલરની બંદૂક લઈ તથા આરોપી નં.૨ મેહુલભાઈએ હાથમાં લોખંડનું ધારીયું લઈ તેમજ આરોપી નં.૩ દેવજીભાઈએ હાથમાં લોખંડની ફરસી લઈ આવી આરોપી નં.૧ વનરાજભાઈએ તેમની લાયસન્સ વાળી બંદૂકથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપપવા માં આવી હતી.

તપાસ પો.સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા કરે છે.

(12:54 pm IST)