Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

જામનગરનાં ભાવાભી ખીજડીયામાં ધર્મના ભાઇને ત્યાં જમવાની ના પાડતા ઝેરી દવા ગટગટાવીને આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦ : ભાવાભી ખીજડીયા ગામે રહેતા મુકેશભાઈ માણંદભાઈ મકવાણા ઉ.વ.૩૭, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર મનીષાબેન મુકેશભાઈ મકવાણા, ઉ.વ.૩૭, રે. ભાવાભી ખીજડીયા વાડી વિસ્તારવાળા ને તેના પતિ મુકેશભાઈએ મરણજનાર મનીષાબેનના માનેલ ભાઈને ત્યાં જમવા જવાનું હોય પરંતુ જમવા જવાની ના પાડતા મનમાં લાગી આવતા પોતાના ઘરે પોતે પોતાના હાથે ઝેરી દવા પી લેતા દેવાની અસર થતા સારવારમાં મરણ થયેલ છે.

અકસ્માતમાં મોત

મેઘપર પોલીસ સ્ટેશનમાં હેમતભાઈ હમીરભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના આ કામના આરોપી નારણ પરબતભાઈ કરંગીયા એ પોતાની અલ્ટો ગાડી નં. જી.જે.૩૭–બી–૮૪પ૩ ની એકદમ બેફીકરાઈથી ચલાવી જામખંભાળીયા થી જામનગર તરફ આવતા રોડ પર મોડપર ગામના પાટીયા નજીક ફુલઝર નદી પરના પુલ પર  સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી ફુલઝર ડેમ ના પુલની રેલીંગ તોડી પુલ નીચે ગાડીને પલ્ટી ખવડાવી અંદર બેસેલ ફરીયાદી હેમતભાઈના પત્ની પાબીબેન ઉ.વ.આ.૪૦ તથા આરોપી નારણભાઈના પત્ની જશુબેન ઉ.વ.આ.૪૦ વાળાને શરીરે ગંભીર ઈજા પહોંચાડી બંન્ને ના મોત નિપજાવી તેમજ ફરીયાદી હેમતભાઈને મણકામાં ફેકચર ની ઈજા કરી તેમજ સાહેદ સુમીત નારણને ડાબી આંખ પાસે ઈજા કરી તેમજ આરોપી નારણએ પોતાને ડોક પાસે મણકામાં ફેકચર ની ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

દારૂના જથ્થા સાથે ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલ કાંતિલાલ વિરાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના જેલ રોડ ભાનુ પેટ્રોલપંપ પાછળ, જામનગરમાં આ કામના આરોપી જીતેન્દ્રભાઈ દેવજીભાઈ વાલજીભાઈ પરમાર એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કાચની કંપની શિલબંધ બોટલ નંગ–પર, કિંમત રૂ.ર૬,૦૦૦/– નો વેચાણ અર્થે પોતાના કબ્જાના રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે તથા આરોપી ફરારી રાજ જગદીશભાઈ લખીયર દારૂનો જથ્થો પુરો પાડી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની સાથે ઝડપાયો

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના દિ.પ્લોટ –૪૯ રોડ, મામા સાહેબના મંદિર પાસે જાહેર રોડ ઉપર આ કામના આરોપી યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–ર, કિંમત રૂ.૧૦૦૦/ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ટ્રેકટરના પાછળના વ્હીલમાં આવી જતા યુવકનું મોત

હમાપર ગામે રહેતા અમુભાઈ રાયધનભાઈ સોલંકી, ઉ.વ.૪૬ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર જેસંગભાઈ અમુભાઈ રાયધનભાઈ સોલંકી, ઉ.વ.૧૭, રે. હમાપર ગામવાળો તેમની વાડીએ ટ્રેકટર પાસે ઉભેલ હોય ત્યારે ટ્રેકટરમાં ચાવી હોય જે ચાવીથી ચાલુ થઈ જતા ટ્રેકટર ગીયરમાં હોય જેથી આગળ ચાલતા જેસંગભાઈ ટ્રેકટરના પાછળના મોટા વ્હીલમાં આવી જતા માથામાં ગંભીર ઈજા થતા શરીરે ઈજા થતા મરણ થયેલ છે.

દારૂની પાંચ બોટલ ઝડપાઈઃ આરોપી ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રવિણભાઈ બાબુભાઈ ખોલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯–૧૧–ર૦ર૦ના કેરોસીનનાં ટાંકા વાળો રોડ ઉપર આ કામના ફરારી આરોપી રમેશ ઉર્ફે મારૂતી મંગળદાસ હરવરા, રે. જામનગરવાળો પોતાની કબ્જા ભોગવટાની એકસેસ મોટરસાયકલ જેના રજી.નં. જીે.જે.૧૦–સી.એલ.–૭૧૪ર, કિંમત રૂ.૩૦,૦૦૦/– માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–પ, કિંમત રૂ.રપ૦૦/ – તથા કુલ મુદામાલ રૂ.૩ર,પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન નાશી જઈ ગુનો કરેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:59 pm IST)