Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આ મહિનામાં સૌથી વધુ ગઇકાલે ૭ કેસ નોંધાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોરોના મહામારીના સંદર્ભેમાં પોઝીટીવ કેસનો વેગ મંદ પડી ગયો હતો તથા રોજ ર-૩ કેસ જ સમગ્ર જિલ્લાના ચારેય તાલુકામાં થતાં હતા તથા એક દિવસમાં ર૪ કલાકમાં માત્ર એકજ કેસ નોંધાયો હતો પણ તહેવારો પછી જેમ રાજયના અન્ય શહેરોમાં કોરોના મહામારીના પોઝીટીવ કેસોમાં વધારો થયો છે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ નવેમ્બર માસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સાત પોઝીટીવ કેસ ગઇકાલે નોંધાયા હતાં.

નવા કેસોમાં ખંભાળીયામાં ચાર તથા કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકામાં એક એક કેસ નોંધાયો હતો જયારે ગઇકાલે એકપણ દર્દી ડીસ્ચાર્જ થયા નથી.

(1:01 pm IST)