Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જેતપુરના રેલ્વે પુલની નીચે ભાદર નદીમાથી અજાણ્યા યુવાનની લાશ મળી.

 જેતપુર :શહેરમાંથી પસાર થતી ભાદર નદી માથી રેલ્વે પુલ નીચે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં શહેર પોલીસે પાલિકાના ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાની મદદથી બહાર કાઢી પી.એમ. માટે હોસ્પીટલ ખાતે ખસેડેલ.છે  આ યુવાન 40 થી 45 વર્ષનો, પીળા કલરનું ટીશર્ટ અને નાઈટ ડ્રેસ નો લેંઘો પહેરેલ છે મુસ્લિમ હોવાનું જાણવા મળેલ છે. જો તેને કોઈ ઓળખતા હોય તો સિટી પોલીસ સ્ટેશનમાં ( ફોન નં. ૦૨૮૨૩ ૨૨૦૦૩૩ ) ઉપર જાણ કરવા જણાવાયું છે

(6:06 pm IST)
  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • ભારત સામે જીતવા માટે કોહલીને શાંત રાખવો જરૂરીઃ પેટ કમિન્સ access_time 3:22 pm IST