Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

દ્વારકામાં દિવાળી તહેવારોમાં ભાવિકોની ભીડ : કોરોના મહામારીથી બચાવવા પ્રાર્થના

દ્વારકા : દ્વારકામાં દિવાળીના વેકેશનમાં ગુજરાત - સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના યાત્રિકો - પ્રવાસીઓનો ટ્રાફિક ધમધમાટ રહ્યો હતો. ભાઇબીજથી લાભપાંચમના દિવસોમાં લાખો યાત્રિકો દ્વારકા આવ્યા હતા. લોકડાઉન બાદ વેપાર ધંધાર્થી તથા ટુર ટ્રાવેર્લ્સ અને લેબર વર્ગને આર્થિક રીતે લાભ થયો છે. નગરના સુદામા સેતુ, ગાયત્રી બીચ, ભડકેશ્વર બીચ, સનસેટ પોઇન્ટ સહિતના સ્થળો ઉપર ફરીથી રોનક જોવા મળી છે. દ્વારકાધીશ મંદિરમાં પણ ભારે ભીડ વચ્ચે યાત્રિકોએ કોરોનાની મહામારીથી બચવા માટે ઠાકોરજીને ભાવ પ્રગટ કર્યો હતો. એક સાથે પ્રવાસીઓની ભારે ભીડના કારણે રેસ્ટોરન્ટ તથા લારી-ગલ્લા ઉપર તથા નાસ્તાગૃહો તથા ભોજન માટે ભારે ભીડ જોવા મળી હતી.

(11:40 am IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • ડ્રગ્સ કેસમાં લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહની ધરપકડ : તેના પતિ હર્ષએ પણ ગાંજાનું સેવન કરતો હોવાની કબૂલાત કરી : 86.5 ગ્રામ ગાંજો ઝડપાયો : પૂછપરછ ચાલુ access_time 8:17 pm IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST