Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ભાવનગરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા ૧૩ સર્વેલન્સ ટીમની રચના

વર્ગ-૧ના ૧૩ સહિત ૪૬ અધિકારી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર સુપરવાઇઝરી ઓથોરીટી તરીકે કામગીરી કરશે

ભાવનગર તા. ૨૧ : સરકારશ્રીની સુચનાઓ મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દરેક અર્બન હેલ્થ સેન્ટર (UHC) પર કોરોના સંક્રમણને અટકાવવાની કામગીરી પુરજોશમા શરૂ છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનુ સંક્રમણ વધ્યુ છે. જે માટે વિશેષ કાળજી લેવા ચોક્કસ ટીમથી ઝીણવટભર્યુ સુપરવીઝન થાય એ અંત્યત જરૂરી છે. આથી આ કામગીરી વધુ સુદ્રઢતાથી થાય તે માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા દરેક અર્બન હેલ્થ સેન્ટર પર વર્ગ-૧ના અધિકારીશ્રીઓ અને તેમના મદદનીશની સુપરવાઈઝરી ઓથોરીટી તરીકે નિમણુંક કરતા હુકમ કરવામાં આવેલ છે.

જેમા મદદનિશ કલેકટર પુષ્પ લત્તા, સંયુકત વાણિજય વેરા કમિશ્નર  એન.એમ.પટેલ, જિલ્લા પુ૨વઠા અધિકારી ભૂમિકા કોરીયા, સહાયક રાજય વેરા કમિશ્નર એસ.એચ.ગાંધી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  ડી.એમ.ગોહિલ, ઈ.ચા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર  એમ.આર.કુકડીયા, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી બી.એન.ખેર, જી.આઈ.ડી.સી., ગુજરાત પ્રદુષણ નિંયત્રણ બોર્ડ, પ્રાદેશિક અધિકારી એ.જી.ઓઝા, સહકારી મંડળીઓના જિલ્લા ૨જીસ્ટ્રા૨ ડી.વી.ગઢવી, સ્થાનિક હિસાબ ભંડોળના સહાયક નિરીક્ષક બી.બી.રાવલ, મદદનિશ શ્રમ આયુકત  નિસર્ગ પાઠક, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)  ગૌરવ દવે, જિલ્લા આયોજન અધિકારી કે.વી.પટેલ સહીતના વર્ગ-૧ના અધિકારીશ્રીઓની U.H.C.ના લાયઝન ઓફીસર તરીકે નિમણૂક કરવામા આવી છે.

આ તમામ અધિકારીઓ સંબંધીત યુ.એચ.સી.પાસે સર્વે માટેનું માઈક્રો પ્લાનીંગ છે કે કેમ ?, સંબંધીત યુ.એચ.સી. ફીલ્ડ ટીમ દ્વારા નિયમીત રીતે સર્વેલન્સ ફોર્મ ભરવામાં આવે છે કે કેમ ? સંબંધીત યુ.એચ.સી. હેઠળની ટીમ દ્વારા યુ.એચ.સી. ખાતે રીફર કરવામાં આવેલ દર્દીની ફોલોઅપની વિગતો, સંબંધીત યુ.એચ.સી. ખાતે ઓ.પી.ડી.માં આવતા શરદી, ઉધરસ, તાવના કેસોનું ટેલીફોનીક મોનીંટરીંગ, સંબંધીત યુ.એચ.સી. હેઠળના ખાનગી દવાખાના, હોસ્પીટલ, નર્સીંગ હોમના ઓ.પી.ડી., આઈ.પી.ડી. ડેટા મેળવી ફોલોઅપ કરાવવું, સંબંધીત યુ.એચ.સી. હેઠળના વિસ્તારમાં આવેલ પોઝીટીવ કેસની ટ્રાવેલીંગ હિસ્ટ્રી, સારવારની હિસ્ટ્રી અને તે અનુંસાર કોન્ટેક ટ્રેસીંગ, હોમ કવોરન્ટાઈન, ફેસીલીટી કવોરન્ટાઈનના કેસનું ક્રોસ ચેકીંગ કરી વિગતવાર ચર્ચા કરી અભ્યાસ કરશે, તેમજ સંબંધીત યુ.એચ.સી. હેઠળના વિસ્તારમાં કોવિડ-૧૯ પોઝીટીવ કેસ, હોમ આઈસોલેશન હેઠળના દર્દીની વિગતો ચકાસી તેનું ફોલોઅપ લેશે, ડેઈલી સર્વેલન્સ કામગીરીનું રીપોર્ટીંગ તથા હાઈ રીસ્ક પોપ્યુલેશન સર્વે રીપોર્ટ નિયમીત થાય તે જોશે, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જરૂરી આવશ્યક ચીજ વસ્તુઓ તથા આયુષ ઉકાળા, વિટામીન-સી વગેરે દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા છે કે કેમ ? તે સુનિશ્ચિત કરશે, યુ.એચ.સી.માં સમાવિષ્ટ વોર્ડવાઈઝ વિસ્તારની સંપૂર્ણ માહિતી નિયત પત્રકો સ્વરૂપે ડેઈલી બેઈઝ પર તૈયાર કરી, રોજેરોજની કામગીરી પત્રક સ્વરૂપે તૈયાર કરી આ માહિતી રોજે રોજ કલેકટર કચેરીએ આપશે, દરેક ટીમે અર્બન હેલ્થ સેન્ટર નીચે સમાવિષ્ટ દરેક વોર્ડની સ્થળ વિઝીટ કરી ગ્રાઉન્ડ લેવલના કોવિડ-૧૯ સબંધિ પ્રશ્નો બાબતે અધિકારીશ્રીને ધ્યાને મુકવાના રહેશે, યુ.એચ.સી. પર કાર્યરત ટીમને કોવિડ-૧૯ અંતર્ગત લેવામાં આવતા સેમ્પલની પધ્ધતિ, કોરોન્ટાઈન અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરીની સમયમર્યાદા વિગેરે બાબતેના પ્રશ્નો પુછી માહિતી મેળવી, ઉકત સર્વેલન્સની કામગીરીમાં જરૂર જણાયે અર્બન હેલ્થ સેન્ટરમાં આશા વર્કર અને મેલેરીયા લીંક વર્કરને પણ જોડી, ધનવંતરી રથમાં કોવિડ-૧૯ માટે થર્મોમીટર, પલ્સ ઓકસીમીટર, બીપી મોનીટર, ગ્લૂકોમીટર વિગેરે અને સુદૃઢ રૂટ પ્લાન જેવી મૂળભૂત સગવડ ઉભી કરેલ છે કે કેમ તેની ખાત્રી કરવાની રહેશે તેમજ તેને સ્થાનિક આગેવાનોને સાથે રાખી કાર્યરત કરાવવામાં આવેલ છે કે કેમ તેની પણ ચકાસણી કરી, કવોરન્ટાઈન ફેસેલીટીમાં વધુ માણસો રહી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઈસોલેશન માટે સમજૂત કરાવવામાં આવે છે કે કેમ? તેની તકેદારી રખાવશે, આરોગ્ય સેતુ એપની વિગતો મેળવી વધુમાં વધુ વ્યકિતઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે તે સુનિશ્ચિત કરશે.

(11:45 am IST)
  • મથુરાના જંગલમાં આશ્રમ બનાવી રહેતા 3 સાધુઓ પૈકી 2 નું મોત : ત્રીજા સાધુની હાલત ગંભીર : ચા માં ઝેર ભેળવાયું હોવાની શંકા : પોલીસ તપાસ ચાલુ access_time 8:23 pm IST

  • કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST

  • કોરોનાનું હોટસ્પોટ બની ગયેલા ભુજમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તંત્ર એક્શનમાં મોડમાં : ભુજ શહેર અને તાલુકામાં કોવિડ ગાઈડલાઈનની અમલવારી માટે ટિમોની રચના :ભુજના 12 વોર્ડ માટે 4 અને તાલુકા માટે બે ટીમોની થઈ રચના:મદદનીશ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ કર્યો હુકમ access_time 11:19 pm IST