Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

માળિયાના મોટી બરાર નજીક ચાલકને ચક્કર આવતા કાર પલટી ગઇઃ પાંચનો આબાદ બચાવ

મોરબી, તા.૨૧: માળિયાના મોટી બરાર નજીકથી પસાર થતી કાર રોડથી નીચે ઉતરી ગયા બાદ પલટી મારી ગઈ હતી સદનસીબે કારમાં સવાર તમામ પાંચ મુસાફરોનો બચાવ થવા પામ્યો હતો.

બનાવની મળતી માહિતી મુજબ મૂળ બાલંભાના વતની અને હાલ અમદાવાદ રહેતા કડિયા કુંભાર પ્રવીણભાઈ પરિવાર સાથે પોતાની કારમાં પસાર થતા હોય ત્યારે મોટી બરાર ગામ નજીક અચાનક પ્રવીણભાઈને ચક્કર આવી જતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને લેન્ડ રોવર કાર રોડથી નીચે ઉતરી ગયા બાદ પલટી મારી ગઈ હતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કારમાં પાંચ મુસાફરો સવાર હતા અને અકસ્માતમાં તમામ પાંચ વ્યકિતનો આબાદ બચાવ થવા પામ્યો છે અકસ્માતને પગલે સ્થાનિકો પણ એકત્ર થયા હતા અને અકસ્માતનો ભોગ બનેલ લોકોની મદદે દોડી ગયા હતા.

(11:49 am IST)