Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સોરઠમાં ઠંડી વધી, ગિરનાર પર્વત પર ૭.૯ ડીગ્રી ઠંડી

ઠંડીની સાથે ઠાર પણ વધતા લોકો ઠુઠવાયા

(વિનુ જોષી) જુનાગઢ તા. ર૧ :.. સોરઠમાં આજે પણ ઠંડીનો ચમકારો રહ્યો હતો. ગીરનાર પર્વત ખાતે ૭.૯ ડીગ્રી તાપમાન રહેતા પ્રવાસીઓ સહિતનાં લોકો ઠુઠવાય ગયા હતાં.

જુનાગઢ સહિત સોરઠમાં છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે. આજે સવારે જુનાગઢનું લઘુતમ તાપમાન વધુ ઘટીને ૧ર.૯ ડીગ્રી નોંધાતા ઠંડીનું મોજુ ફરી વધ્યું હતું.

જુનાગઢનાં ગીરનાર પર્વત ખાતે ૬.૯ ડીગ્રી ઠંડી અનુભવાઇ હતી. ઠંડીની સાથે ઠંડો પવન પણ ફુંકાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ હતી.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૭ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪ કિ. મી.ની રહી હતી આજની ઠંડીની સાથે ઠાર પણ વધતા ઠંડી વધુ કાતિલ બની હતી.

(1:00 pm IST)