Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જામનગરના દરેડમાં પત્નિ સાથે ઝઘડો થતા પતિએ ગળેફાંસો ખાઇ લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧ : અહીં દરેડ જી.આઈ.ડી.સી. ફેસ–ર પટેલ ચોક માં રહેતા આઈશાબેન ચાંદ મંસુરી, ઉ.વ.ર૪ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૦–૧૧–ર૦ર૦ના આ કામે મરણજનાર ચાંદ શાહીદભાઈ મંસુરી, ઉ.વ.ર૮, રે. દરેડ જી.આઈ.ડી.સી. ફેસ–ર, પટેલ ચોક કાનાભાઈ ભાનુશાળીની ઓરડીમાં તા.જી.જામનગરવાળાને પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેની પત્ની ઓરડીમાંથી બહાર ચાલી ગયેલ જે મનમાં લાગી આવતા સાંજના સાત વાગ્યા થી સાડા આઠેક વાગ્યા ના સમય દરમ્યાન પોતાની મેળે ઓરડીમાં લોખંડની આડશમા ચુંદળી બાંધી ગળાફાંસો ખાઈ જતા મરણ થયેલ છે.

દારૂની સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર : સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રતાપભાઈ ભુપતભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૧૧–ર૦ર૦ના જામનગર ગુલાબનગર, મોહનગર સરકારી આવાસ પાસે આરોપી નિરજ મનજીભાઈ કટારમલ મેહુલ ભાનુશાલી, રે. જામનગરવાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલો પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદે રાખી હેરાફેરી કરી રેઈડ દરમ્યાન બોટલ નંગ–૭ કિંમત રૂ.ર૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂની બે બોટલ ઝડપાઈ : આરોપી ફરાર

જામનગર : સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. પ્રવિણભાઈ બાબુભાઈ ખોલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૧૧–ર૦ર૦ના રણજીતનગર પટેલસમાજની પાસે આ કામના ફરારી આરોપી નાનજીભાઈ ભદ્રા, રે. જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટાની સ્પ્લેન્ડર મોટરસાયકલ  રજી.નં. જી.જે.૧૦–સી.કયુ–૭૧૮૯ કિંમત રૂ.રપ,૦૦૦/– માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–ર કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.ર૬૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. આરોપી નાનજીભાઈ ભદ્રા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

જામનગર : કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. અલ્તાફભાઈ તારમામદ સમા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૧૧–ર૦ર૦ના નવાગામથી મોટી વાવડી જતા રોડ ઉપર હનુમાનજીની ડેરી સામે વીઠલભાઈ ચકુભાઈ અકબરીની વાડી પાસે નદીના સેલાના કાઠે પીપરના ઝાડ નીચે આ કામના આરોપીઓ મહેશભાઈ જયસુખભાઈ અકબરી, ગોકળભાઈ વલ્લભભાઈ અકબરી, રમણીકભાઈ જાગાભાઈ અકબરી, મુળજીભાઈ શામજીભાઈ નારીયા, દિનેશભાઈ પ્રેમજીભાઈ સાવલીયા રે. નવાગામ, તા.કાલાવડ, જિ.જામનગરવાળા જાહેરમાં તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧ર૩૭૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:03 pm IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • કોરોના મહામારી કરતા પણ ભારતમાં ધાર્મિક કટ્ટરતા અને ઉગ્ર રાષ્ટ્રવાદ વધુ ખતરનાક છે : કોંગી અગ્રણી શશી થરૂરના પુસ્તક ' ધ બેટલ ઓફ બીલોગિંગ ' ના લોન્ચિંગ પ્રસંગે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીનું વિવાદાસ્પદ વિધાન : આ અગાઉ દેશમાં મુસ્લિમો અસુરક્ષિત હોવાનું બયાન કર્યું હતું : આંતર રાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લીધો નહોતો access_time 12:14 pm IST

  • ચીનના ૧૪ વર્ષના છોકરા રેન કેયુએ દુનિયાના ટોલેસ્ટ ટીનેજર (મેલ) નો ખિતાબ મેળવ્યો છે. તે ૭ ફુટ ૩.૦ર ઇંચ ઊંચો છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સે તેના આ વિક્રમને માન્યતા આપી દીધી છે. access_time 11:38 am IST