Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પોરબંદરમાં કોરોનાના કેસ ઘટ્યા : નવા ૪ કેસ : મ્યુકરમાઇકોસીસનો વધુ ૧ કેસ

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૦: અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યા ઘટતી જાય છે. ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪ પોઝીટીવ કેસ આવ્યા છે અને મ્યુકર માઇકોસીસનો વધુ ૧ કેસ આવ્યો છે.

ગઇ કાલે કોરોનાના ૬૦૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ૪ કેસનો પોઝીટીવ રિપોર્ટ આવેલ છે. ૨૪ કલાકમાં મ્યુકરમાઇકોસીસનો વધુ એક કેસ આવ્યો છે અને અત્યાર સુધીમાં જિલ્લામાં મ્યુકરમાઇકોસીસના  કુલ ૯ કેસ થયેલ છે અને અત્યાર સુધીમાં કુલ ૪ મૃત્યુ મ્યુકરમાઇકોસીસ થયા છે. આંખના સર્જન ડો. વિભૂતિબેને જણાવેલ કે ૬૦ વર્ષના વૃધ્ધાને મ્યુકરમાઇકોસીસની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે.તેમને ડાયાબીટીસને લીધે આંખમાં તકલીફ વધતા તેમને સારવાર શરૂ કરાય છે. જિલ્લામાં કોરોનાના કેસ ઘટતા જાય છે.

(11:49 am IST)