Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જસદણ પાલિકા દ્વારા ચોમેર રસ્તાઓના કામો ચાલુ થતાં નગરજનોને રાહત

(હુસામુદીન કપાસી) જસદણ તા. ૧૦ :.. જસદણમાં ફરતી બાજુ રોડનું કામ ચાલુ છે અંદાજે નાના-મોટા ૭૦ જેટલા રોડના કામો મંજૂર થયા હતા એમાંથી ૪૦ જેટલા રોડનું કામ પૂર્ણ થઇ ગયું છે બીજાનું કામ ચાલુ છે એમાં જસદણને મુખ્ય એન્ટ્રી એવા કમળાપુર રોડ આટકોટ રોડ વિંછીયા રોડ એ પ્રાથમિકતાના ધોરણે પહેલા કરવામાં આવ્યા જેથી કરીને બહારથી આવતા લોકોને જસદણમાં પ્રવેશતાની સાથે જ ખરાબ રોડ રસ્તાનો સામનો કરવો પડતો હતો તે દૂર થયો અત્યારે જસદણનો શાન ગણાતો મોતી ચોક તેમજ પાળીયાવાળી શેરીનું કામ પૂરજોશમાં ચાલુ છે આ બંને રોડ તો રાજાશાહી વખત પછી એક જ વાર થયા હતાં અત્યારે બંને જગ્યાએ સિમેન્ટ રોડનું કામ ચાલુ છે. આ અંગે પ્રમુખ અનિતાબેન રૂપારેલીયાએ જણાવેલ કે મારી એક ઇચ્છા હતી કે જસદણમાં મુખ્ય બજારમાં જસદણ તેમજ આજુ બાજુના તાલુકાના તમામ ગામડાઓના લોકો અહીં ખરીદી કરવા આવે છે તો જેમ બને એમ ઝડપથી આંબેડકરજીના સ્ટેચ્યુથી ટાવર ચોક થઇ ડીએસવી કે હાઇસ્કુલ સુધી રોડ બને અને બહાર ગામના માણસોને કોઇ તકલીફ ન પડે એ માટે ટૂંક સમયમાં જે નવો બનાવવામાં આવશે જસદણનો એકમાત્ર બગીચો કે જેની ફરતો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે તે પણ રોડ નવો સીસી કરવામાં આવશે શરમાળીયા દાદાના મંદિરથી  દલિત વાસની ગોળાઇ સુધીનો રોડ પણ બનાવવામાં આવશે આમ આવતી દિવાળી આસપાસ બીજા ૪૦ રોડ નવા બનાવવામાં આવશે આવતા એક થી દોઢ વર્ષમાં જસદણમાં કયાંય પણ રોડ બાકી ન રહે તે માટે મંજૂર કરાવીશ.

કચરાનો થોડો પ્રશ્ન છે લોકો ડોર - ટુ - ડોર વાહન આવે છે એમાં કચરો નાખે અને કયાંય રોડ ઉપર કે બીજી જગ્યાએ કચરો ન નાખે કે જેથી કરીને આપણું શહેર સ્વસ્થ દેખાય અને બીજું કે અત્યારે જયારે પાણીની વિકટ પરિસ્થિતિ હોય એવા સમયે પણ જસદણ નગરપાલિકા એક કાતરા પાણી આપે છે કયારેક મશીનરીના હિસાબે એકાદ દિવસ થાય છે પણ લોકોને એટલી જ વિનંતી છે ઘરે પાણી ભરાઇ જાય પછી નળ કનેકશન  બંધ કરી દો જેથી કરીને જે લોકોને છેડાના ઘર છે ત્યાં પાણી મળી રહે. અમુક જગ્યાએ જયારે પાણી નો વારો હોય ત્યારે રોડ ઉપર  પાણી ચાલી જતું હોય છે અને લોકોની ફરીયાદ આવે છે કે રોડ ભીનું રહે છે પરંતુ લોકો આ બાબતે સહકાર આપે અને પાણીનો બગાડ ઓછો કરે એવા પણ પ્રશ્ન આવે છે કે ઘરે પાણી પહોંચતું નથી. એ લોકોને વિનંતી છે.

કે મારાથી થાય એટલા પ્રયત્ન કરીએ છીએ અને તમને પણ સારી રીતના પાણી મળી રહે એ માટે અમે કટીબધ્ધ છીએ હમણાં વાવાઝોડાના હિસાબે તળાવનું પાણી હિલોળા ખાવાના કારણે થોડું લીલા કલરનો થઇ ગયું છે. જે કુદરતી હતું જે ધીમે ધીમે નીચે બેસતો જાય છે એ પણ એકદમ ચોખ્ખું થઇ જશે.

આ તમામ કામોમાં પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઇ હિરપરા  ઉપપ્રમુખ દીપુભાઇ ગીડા કારોબારી ચેરમેન કાજલબેન પૂર્વ ઉપપ્રમુખ  પ્રતિનિધિ પંકજભાઇ ચાવ પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશભાઇ વઘાસીયા તેમજ બીજલભાઇ તેમજ ભાજપ તેમજ કોંગ્રેસના તમામ સદસ્યોનો સાથ મળી રહ્યો છે.

નગરપાલિકા એક એવી વસ્તુ છે જયાં નાનામાં નાના પ્રશ્ન આવતા હોય ના ના નાના પ્રશ્નો બાબતે અવાર નવાર સભ્યો વચ્ચે ખેંચતાણ થતી હોય છે પરંતુ બધા સભ્યો ગામના વિકાસ માટે ચિંતિત છે અને સાથ આપે છે એમ જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન અલ્પેશભાઇ રૂપારેલીયાએ અંતમાં જણાવ્યું હતું.

(11:52 am IST)