Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભુજમાં એપીએમસી નજીક છરીની અણીએ ૫.૭૧ લાખની લૂંટ

સીએમએસ કંપનીના કેશ કલેકશન કરનાર કર્મચારી ઉપર બે શખ્સો છરી વડે હુમલો કરી લૂંટી ગયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૦:  ભુજના એપીએમસીની પાછળ આવેલ લખુરાઈ તળાવડી ચાર રસ્તા ઉપર લૂંટની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર સર્જી છે. ફરિયાદી સીએમએસ કંપનીમાં કેશ કલેકશનનું કામ કરતાં હિરેન જેમલ પાયણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તે દરરોજ ના ક્રમ પ્રમાણે અલગ અલગ કંપની તેમ જ પેટ્રોલ પંપ ઉપરથી ૫ લાખ ૭૧ હજાર રૂ.નું કેશ કલેકશન કરીને જઈ રહ્યો હતો. ત્યારે રોડની સાઈડ ઉપર માસ્ક પહેરેલા સફેદ કલરના ટીશર્ટ સાથેના બે શખ્સોએ તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ તેનો હાથ ખેંચી શર્ટ ફાડી નાખ્યું હતું. તેમ જ છરી મારી થેલો આપી દેવાનું કહ્યું હતું.

છરીના બીજા મારથી બચવા ડરીને થેલો આપી દેતાં તેઓ રૂ. તેમ જ ફરિયાદીનો મોબાઈલ લઈ નાસી છૂટયા હતા. ત્યારબાદ ફરિયાદીએ પોતાના સુપરવાઈઝરને બોલાવી પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પણ આરોપીઓ નાસી છૂટયા હતા. ભુજ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)