Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાર વિનાનું કે ભારવાળુ ભણતર...?

સરકારી શાળાઓની ઘટતી સંખ્યાઃ બીજી તરફ સરકાર માન્ય ખાનગી શાળાઓને મંજુરી આપવામાં છુટો દોરઃ મોટા ભાગની સ્કુલોમાં રમત ગમતના મેદાનનો નહીઃ વજદાર પુસ્તકોની ભરમાર

પોરબંદરઃ વિદ્યા વિના જીવન શોભતુ નથી. વિદ્યા અનેક પ્રકારની વહેવારમાં છે. જે કોઠા સુઝ પ્રમાણે ઉપયોગ બતાવી વહેવારમાં રહી છે. વર્તમાન સમયમાં અક્ષરજ્ઞાનથી મેળવેલ વિદ્યાનું મહત્વ રહેલ છે. પરંતુ એક દંભ વર્તમાન કાળમાં બની ગયેલ છે. વ્યાપાર ધંધાદારી વિદ્યાર્થીઓની ગણના થવા લાગી છે.

શ્રી વિષ્ણુ-હરીના દશ અવતારમાં નવમાં અવતાર ગૌતમ બુધ્ધનો દર્શાવેલ છે. આ અવતાર સત્ય-અહિંસા-ત્યાગનો સંદેશો આપેલ છે. અંગુલીમાલ જેવા રાક્ષસી કૃત્યો કરનારને ક્ષમા આપી સન્માર્ગે લઇ આવેલ. તેમાં ધૈર્યના સાથે ક્ષમાવૃતી બતાવી સમય અંતરે આપણી સંસ્કૃતિમાં પરીવર્તન સાથે શિક્ષણની મહત્વતા ઉપસી અને આજ પણ નાલંદા વિદ્યાપીઠ (યુનીવર્સિટી)  તક્ષશીલા વિદ્યાપીઠ (યુનિવર્સિટી) ભુલાયેલ નથી. અજમર રહેલ છે અને રહેશે. આજ પણ ઐતિહાસ વિદ્યા અભ્યાસ માટે ખંઢેર બની ગયેલ વિદ્યાપીઠોના ખંઢેરોના અભ્યાસ અર્થે વિદ્યાભ્યાસ માટે અભ્યાસ માટે મુલાકાત લ્યે છે. પ્રેરણા મેળવી જાય છે. મુલાકાતથી કાંઇને કાંઇ મેળવે છે. પુર્વકાળના વિશ્વ પ્રવાસી ચીનના ત્રણ મહાન યાત્રીકો મહાચાન, દ્વાચાન, યુ.એન સંગે પણ નોંધ લીધી છે. તેમાંથી સિન્ધ સંસ્કૃતી સત્યતાના દર્શન સાથે હડપ્પા સંસ્કૃતના દર્શન થાય છે. જે આપણા રોજીંદા વહેવારમાં કયાંયને કયાંય સંકળાયેલ છે. સાથોસાથ મોહે-જો-ડોરો-ઇતિહાસ પણ જોડાયેલ છે. ઐતિહાસીક સમયને યાદ કર્યે છે. જુની પેઢીના વિદ્યાર્થીઓ ઇતિહાસમાં ભણેલ હોય જેથી તેનું મુલ્ય જાણે છે. વર્તમાન સમયમાં ભુલાણુ છે. મતલબ કે સંસ્કૃતિ ઇતિહાસ ભુલાણો સાથે સંસ્કાર સીંચન પણ અદ્રશ્ય થતુ જાય છે. ખુદ સરકર આ ભુલભુલામણીમાં અટવાઇ છે. ભાવી પેઢી પાસે ભણતરમાં ઇતિહાસ કે ભુગોળ અને સંસ્કૃતિ અદ્રશ્ય બની ગયેલ છે. અથવા ધંધાદારી શિક્ષણ અંગુઠા અથવા અલ્પજ્ઞાની રાજકારણી માફીયાઓનું દુષણ કદી માફ ન કરી શકાય તેવું મુશ્કેલ સાથે દુષ્કર બન્યું છે.

પુર્વ શિક્ષણ મંત્રી અને ત્યાર બાદ મુખ્યમંત્રી વર્તમાન મધ્યપ્રદેશમાં અથવા અન્યત્ર રાજય પાલ તરીકે બિરાજમાન આનંદીબેનને સીધો સવાલ પુછવાનું થાય છે કે ગુજરાતના શાસનકાળમાં મંત્રીપદે  મુખ્ય મંત્રી પદે ઘોષણા કરી કે શિક્ષણ ક્ષેત્રમાં ધરમુળ ફેરફાર કરવામાં આવી રહયો છે. અને અમલમાં વર્તમાન પેઢીને શિક્ષણ બોજો હળવો રહે પાણી સંસ્કૃતિનો ઈતિહાસ સમજી શકે તેમા નવો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવેલ છે. ભાર વગરનું ભણતર ત્યાર બાદ શિક્ષણ સ્તર કેટલુ નીચુ ભાર વગરના નામે અભ્યાસક્રમમા ફેરફાર લાવી શિક્ષણની અસર કરી છે. વર્તમાન પેઢી પાસે દેશના ભાવિની રાજનીતિની શું અપેક્ષા દેશની રાખી શકાય. બંધારણ રીતે હક્કો મુજબ શિક્ષણ મંત્રી જેવા મહત્વના પદ ઉપર બિનકેળવાયેલ છે. ગુજરાત એવુ રાજ્ય છે જેમા લોક સંસ્કૃતી સ્થાનિક સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ, પરપ્રાંતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવે છે. એવા આ રાજ્યમાં શિક્ષણ અસ્તિત્વ ભુસાતુ જાય છે.

'રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો બુઠ્ઠો બની ગયેલ છે' ને પછી અસહ્ય વેદના ભોગવે છે. સરકાર પણ તેટલી જવાબદાર છે. સરકારી શાળાઓનું દિન પ્રતિદિન અસ્તિત્વ ઘટતુ જાય છે અથવા રેકર્ડ પરથી નામ અદ્રશ્ય થતુ જાય છે. વિદ્યાર્થી સંખ્યા મળતી નથી. આવા અનેક બહાના બતાવે છે, શાળા બંધ છે જ્યારે બીજી તરફ ખાનગી શાળા-કોલેજ ખોલવા માન્યતા લાયસન્સ અપાય રહ્યા છે. તેમા પણ વહીવટ શબ્દ તો ખરો જ. જરા ઉંડાણ ઉતરોતર શાળા-કોલેજની માન્યતા મેળવનાર સંસ્થા-ટ્રસ્ટમાં મુખ્ય સંચાલક-સ્થાપકની પ્રતિભા અનેક સવાલ ઉભા કરે છે.

ભણતરમાં ગણતર નથી. શિક્ષણ ભણતરનો પાયો જ ખોટો છે. આધુનિક શિક્ષણ કોમ્પ્યુટર શિક્ષણમાં ઓનલાઈન શિક્ષણ મોબાઈલ શિક્ષણનો વિદ્યાર્થી મૂળાક્ષર ક, ખ, ગ, ઘ કે અંકગણિતના અંકો ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦ પણ લખી શકતો નથી, વાંચી શકતો નથી. માતૃભાષાને પણ ઓળખી શકતો નથી. ગ્રેજ્યુએટ યુનિવર્સિટી પરીક્ષા કેવી રીતે લ્યે છે, શાળા મંડળો પણ કેવી રીતે પરીક્ષા લઈ પાસ કરે છે. ગણિતના દાખલા ગણી શકતો નથી. કેલ્યુલેટરની મદદથી માંડમાંડ કહી શકાય લેખન પ્રથા સંપૂર્ણ નાબુદ થયેલ જણાય છે. અંકગણિત કોષ્ટ શબ્દ હવાના તરંગો ?

એક તરફ સરકારી શાળાઓ બંધ થાય છે. બીજી તરફ ખાનગી સરકાર માન્ય ધરાવતી શાળા શરૂ થાય છે. આકર્ષક જાહેરાત દ્વારા વિદ્યાર્થીને તેમના વાલીને આકર્ષે છે. જાહેરાત મુજબ મોટાભાગની સેવા મળતી નથી. કેટલીક શાળામાં વ્યાયામ - યોગના અવર લઈ શકાતો નથી. પ્લે ગ્રાઉન્ડ પણ હોતુ નથી. કિડ્સ બાલ મંદિર પ્રવેશ કરનાર બાળકને ઓછામાં ઓછા પાંચ કિલો વજનના ચોપડા લઈ જવાના જ્યારે દેશી રજવાડા અંગ્રેજી શાસનમાં પહેરેલ કપડે જવાનુ સાંજે પરત આવવાનું હતું.(સંકલનઃ હેમેન્દ્રકુમાર પારેખ-પોરબંદર)

(1:02 pm IST)