Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધંધો કરવો હોય તો ૧૦ લાખની ખંડણી આપજે નહીં તો ફાયરીંગ કરીને પતાવી દઇશ : અમરેલીના છત્રપાલ વાળાની ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા ૧૦: અમરેલી શહેરના ઇતિહાસમાં પહેલી વખત જો ધંધો કરવો હોય તો ખંડણી આપવી પડશે તેમ કઇ ખંડણી ન આપે તો ત્રણ દિવસમાં ફાયરિંગ કરી તપાવી દેવાની ધમકી આપતી વાયરલ થયેલી કિલપ મામલે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં રાત્રે પેટ્રોલ પંપ માલિકની ફરિયાદ કરતી ખંડણી માગનારાની સામે ગુનદ દાખલ કરેલ છે.

આ બનાવ અંગેની વિગત એવા પ્રકારની છે કે અમરેલીના લાઠી રોડ બાયપાસ ઉપર ગુરૂદત્ત પેટ્રોલ પંપ ધરાવતા પંપ માલિક હિતેશભાઇ આડતીયાને ફોન ઉપર હું અમરેલીનો બાપ બોલુ છે. અને તારે મારી પાસે શાંતિથી ધંધો કરવો હોય તો સિકયોરીટી માટે મને દસ લાખ દેવા પડશે તેવી માંગણી કરી અને દસ લાખ રૂપિયા આપવાનો નો ઇન્કાર કરનાર વેપારીને છત્રપાલ વાળા નામના એક શખ્સે મારી ઉપર ૧૬ ગુના દાખલ થયા છે અને એસપી નિર્લિપ્ત રાય મને મારશે તો હુ જામીન ઉપર પણ છૂટી જઇશ. અને ત્રણ દિવસમાં તારી ઉપર ફાયરિંગ કરાવીશ તેવી ધમકી આપી હોવાની ઓડિયો કિલપ વાયરલ થઇ હતી દરમિયાન આજે રાત્રીના વેપારીની ફરિયાદ મળતા પોલીસે ધમકી આપી ખંડણી માગનારા છત્રપાલ વાળા રહે. અમરેલી સામે હિતેશકુમાર નવનીતલાલ આડતિયાએ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. વિશેષ તપાસ સીટી પી.આઇ. જે.જે.ચૌધરી રહ્યા છે.

(1:07 pm IST)