Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હજુ એક-બે રાઉન્ડ આવશે!!

દેવભૂમિ જિલ્લા પોલીસ વડા દ્વારા પ૬ પોલીસ કર્મીઓની સામુહિક બદલીઓ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી સુનિલ જોશીએ વધુ એક વખત બદલીનો પ૬ કર્મીઓનો રાઉન્ડ કરીને જિલ્લામાં સૌથી વધુ બદલી કરનાર પોલીસ વડા બન્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ ચાર વખત બદલીના મોટા રાઉન્ડ કરનાર પોલીસ વડા શ્રી સુનિલ જોશીએ ગઇકાલે વધુ પ૬ પોલીસ કર્મીની સામુહિક બદલીઓ કરી છે જેમાં દ્વારકા પો. સ્ટેશનના જનકસિંહ રાણા, રાણાભાઇ વાઘેલા, હિતેશ સોલંકી, કુલદીપભાઇ ખુમાણ, રાજદીપસિંહ જાડેજા, ઓખાના મજીદ મામદાણી, પરાગભાઇ ચૌહાણ, મનીષભાઇ કેર, કીરીટસિંહ જાડેજા, મીઠાપુરના નેભાભાઇ વારડા, જીતેન્દ્રસિંહ કેશુભા જાડેજા, શૈલેષભાઇ સોલંકી, સલાયાના ઓમદેવસિંહ જાડેજા, ગજુભાઇ વાળાભાઇ હિંગોટા, કલ્યાણપુરના લીલાભાઇ જાદવ, વાડીનારના નિર્મલભાઇ આંબલીયા સહિતના સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે દ્વારકા જિ. પો. વડા શ્રી સુનિલ જોશી જિલ્લામાં સૌથી વધુ બદલીઓ કરનાર એલ. પી. છે તથા હજુ પણ એક-બે બદલીઓના રાઉન્ડ કરવાની છે.

(1:11 pm IST)