Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

માળિયાના બગસરા ગામે પુરતું પાણી મળી રહ્યું છે : ધારાસભ્ય બ્રિજેશ મેરજા.

માળિયા તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી મળતું નથી તેવી બાબત ધારાસભ્ય બ્રિજેશ મેરજાને ધ્યાને આવતા તેમને પાણી પુરવઠા બોર્ડના સ્થાનિક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજ્નેર અને કાર્યપાલક ઈજનેરનું તાકીદે ધ્યાન દોરી પ્રશ્નનો ઉકેલ લાવવા પ્રયાસ કરેલ
જેમાં જાણવા મળેલ હકીકત મુજબ માળિયા તાલુકાના બગસરા ગામનો સમાવેશ મોરબી-માળિયા-જોડિયા પાણી પુરવઠા યોજના હેઠળ કરાયેલ છે ગામની વસ્તી વર્ષ ૨૦૧૧ માં ૯૦૩ ની અને વર્ષ ૨૦૨૧ માં ૧૦૦૯ ની છે તે મુજબ સરકારના ધારાધોરણો અનુસાર બગસરા ગામની જરૂરિયાત ૧,૦૦,૯૦૦ લીટર જેટલી થાય છે બગસરા ગામને મોરબી-માળિયા-જોડિયા પાણી પુરવઠા યોજનાના નાનાભેલા હેડવર્ક દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે
ગત સમયમાં તરઘડી ગામ પાસે પીપળીયાથી નાના ભેલા હેડવર્ક સુધીનું ૨૫૦૯ મીમી વ્યાસની પાઈપલાઈનમાં નુકશાન થયું હતું જેથી નાનાભેલા હેડવર્ક ખાતે પહોંચતો પાણી પુરવઠો વિક્ષેપ્ત થયેલ હતો લીકેજ થયેલ તે પાઈપલાઈનનું રીપેરીંગ કરી પાણીનો પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો ૨૦૩ દિવસ નાના ભેલા હેડવર્ક ખાતેનો પાણી પુરવઠો ખોરવાતા પાણી ઓછું મળેલ હતું પરંતુ ૨૦ દિવસથી પાણી મળતું નથી તે વાતમાં કોઈ તથ્ય નથી ધારાસભ્ય બ્રિજેશ મેરજા બગસરા ગામના આગેવાનોના સંપર્કમાં હોય ગામની પીવાના પાણીની કોઈપણ ફરિયાદ આવી હોય તેનો સત્વરે નિકાલ પણ કરાવ્યો હોવાનું જણાવ્યું છે

(9:06 pm IST)