Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેર ભાજપનાં પ્રમુખ તરીકે વાંકાનેર શારદા વિદ્યાલયનાં સંચાલક પરેશભાઈ મઢવીની વરણી

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેર ભાજપનાં પ્રમુખ તરીકે વાંકાનેર શારદા વિદ્યાલયનાં સંચાલક પરેશભાઈ મઢવી ( મોં, 94272 52372 ) ની જાહેરાત કરવામાં આવેલ.

પરિચય:- વાંકાનેર શહેરમાં શારદા વિદ્યાલયનાં સંચાલક અને પ્રીનીસિપલ પરેશભાઈ મઢવી એક ખુબજ સામાન્ય પરિવારમાંથી ઉચ્ચ અભ્યાસ કરીને વાંકાનેર શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રમાં સફળતાં પ્રાપ્ત કરી આગવું સ્થાન ધરાવે છે.
જોકે વાંકાનેર નાં રાજકારણ માં છેલ્લા થોડા વર્ષોથી જ સક્રીય થયેલ અને ભાજપ મોવડી મંડળ એ લાંબી મથામળ બાદ આખરે પ્રમુખની પસંદગીનો કળશ પરેશભાઈ મઢવી પર ઉતરેલ ત્યારે ઉલેખનીય છે કે વાંકાનેર ભાજપ નો આંતરિક વિખવાદ ચરમ સીમા પર છે અને આવનાર દિવસોમાં વાંકાનેર શહેરમાં રાજકીય નવાજૂની થશે કે પછી ઘી નાં ઠામ માં ઘી પડી જશે તે આવનાર સમયમાં જોવાનું રહ્યું.
સાથોસાથ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ નગર સેવક અમુભાઈ ઠકરાનીની મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે

(10:29 pm IST)