Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમરેલીના આંબરડીમાં અનરાધાર વરસાદ :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં :ખારી નદીમાં ઘોડાપુર :વાહન વ્યવહાર ખોરવાયો

જુલા,જાફરાબાદ,સાવરકુંડલા , જાફરાબાદ અને ધારી તાલુકામાં ધોધમાર વરસાદ : શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહેતી

અમરેલીમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. રાજુલા,જાફરાબાદ,સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફરી વળ્યા હતા. ત્યારે ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, સિઝનમાં પ્રથમવાર નદીમાં પુર આવતા બે કાંઠે વહેવા લાગી હતી.

રાજયના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વલસાડમાં પણ મેઘરાજાનું આગમન થતા લોકોમાં રાહત અનુભવી હતી. ત્યારે અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદને કારણે પુલ પર પાણી ફરી વળ્યું હતુ જેના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો અને વરસાદ રોકાતા તેને ખોલી દેવામાં આવ્યો હતો.

અમરેલીના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ ઉપરાંત ધારી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચલાલા, વાઘવડી, વાવડી, કરેણ, લાખાપાદર, અનિડા, ગોપાલ ગ્રામ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાખાપાદર પાસેથી પસાર થતી શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી.

રાજુલામાં બીજા દિવસે પણ મેઘરાજા મનમુકી વરસ્યા હતા. આજે રાજુલા શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને જાફરાબાદ શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે સાથે રાજુલા જાફરાબાદ તાલુકાના ગામડામાં પણ વરસાદનું આજે આગમન ધમાકેદાર થયું છે.

(9:39 pm IST)